એનપીએ સંકટનો ઝટ ઉકેલ નહીં આવે: રાહુલ બજાજ

0
7

ન્યુ દિલ્હી,તા.૨૭
દેશમાં બૅંકની નાદારીની નવી પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી હોવા છતાં બૅંકની એનપીએની સમસ્યાનો જલદી ઉકેલ આવવાની શક્યતા ઓછી હોવાનું બજાજ આૅટોના અધ્યક્ષ રાહુલ બજાજે કહ્યુ હતું. વરિષ્ઠ ઉદ્યોગપતિના જણાવ્યાનુસાર દેશ અપૂરતા રોકાણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને જીડીપીના ગ્રોસ ફિક્સ્ડ કૅપિટલ ફાર્મેશનનો હાલનો હિસ્સો ૭.૫ ટકાથી ૮.૦૦ ટકાના સ્થિર વિકાસદરને ટેકો આપવા માટે પૂરતો નથી. વર્ષ ૨૦૧૭-૧૮ના વાર્ષિક અહેવાલમાં શેરધારકોને સંબોધન કરતા બજાજે ભારતના ધીમા પડેલા વિકાસદર માટે અપૂરતા રોકાણ અને બૅંકોની હાલની સ્થિતિ જેવા બે કારણ આપ્યા હતા. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન દેશનું અર્થતંત્ર અગાઉના નાણાંકીય વર્ષના ૭.૧ ટકાની સરખામણીએ છેલ્લા ચાર વર્ષની સૌથી નીચી સપાટીએ એટલે કે ૬.૭ ટકાના દરે વિકાસ પામ્યું હતું.
દરમિયાન અગાઉ વર્ષ ૨૦૧૩-૧૪માં અર્થતંત્રએ ૬.૪ ટકાનો સૌથી ઓછો વિકાસદર નોંધાવ્યો હતો. દેશની અનેક બૅંકો હાલ જે પરિસ્થિતિનો સામનો કરી રહી છે તેને ગંભીર લેખાવતા તેમણે કહ્યુ હતું કે મોટા પ્રમાણમાં એનપીએએ બૅંકોની બૅલેન્સ શિટનું ધોવાણ કરવાની સાથે સાથે નફાનું પણ ધોવાણ કર્યું હોવાને કારણે મોટાભાગની બૅંકો પાસે નથી રહી જરૂરી નાણાંકીય તાકાત કે નથી રહ્યો ઐદ્યોગિક વિકાસને ભંડોળ પૂરું પાડવાનો આત્મવિશ્ર્વાસ. દરમિયાન માત્ર મોટા ઉદ્યોગો જ નહીં, નાના અને મધ્યમ ઉદ્યોગો પર આની માઠી અસર પડી હોવાનું તેમણે કહ્યુ હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY