ઉદ્યોગનગરના નાલા પાસેથી કોહવાયેલી લાશનો ભેદ ઉકેલાયો ભાભી સાથે પ્રેમ થઈ જતાં મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી હતી

0
9

રાજકોટ,તા.૧૦
રાજકોટમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય સુનિલ અથરીયા નામનો યુવાન પાંચ દિવસથી ગુમ હતો, ગઇકાલે સાંજે ઉદ્યોગનગરના નાલા પાસેથી તેની કોહવાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ જાણાવા મળ્યું કે મોટાભાઇ અજયે જ સુનિલની હત્યા કરી હતી. અજય સાથે સુનિલની પત્નીની આંખ મળી ગઇ હતી, બન્ને વચ્ચે સંબંધો બંધાયા હતા. આરોપી અજય અને ભાભી મમતાને પોલીસે બરોડાથી ઝડપી પાડ્યા હતા.
થોરાળા વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો સુનિલ પાંચ દિવસથી ગાયબ હતો, ગઇકાલે સાંજે તેની કોહવાયેલી લાશ મળી હતી, ત્યાર પછી તેનો ભાઇ અને મૃતકની પત્ની પણ ગાયબ થઇ ગયા હતા. જેને લઇ પોલીસની શંકા દ્રઢ બની હતી. પોલીસે તપાસ કરતા બન્ને બરોડા હોવાની બાતમી મળી હતી અને બન્નેને ઝડપી પાડ્યા હતા. મૃતદેહ કોહવાઇ ગયેલો અને ફુલાઇ ગયેલો હોય ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે અને ભાઇને ઝડપી હત્યા અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. અત્યાર સુધી આરોપીએ ભાભી સાથે પ્રેમ સંબંધ હોવાથી આવું કર્યાનું રટણ કરી રહ્યો છે. મૃત્યુ પામનાર સુનિલકુમાર બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેની બહેનનું નામ રીટા છે. સુનિલ અને તેનો પરિવાર સતરેક વર્ષથી રાજકોટ રહે છે. સુનિલે સાત વર્ષ પહેલા ગામની જ યુવતી મમતા સાથે લવમેરેજ કર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY