દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ નવ વિદેશી બ્રાન્ચો બંધ કરશે

0
32

ન્યુ દિલ્હી,તા.૨૮
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ મોટો નિર્ણય લેતા ૯ વિદેશી બ્રાન્ચો બંધ કરવાનો નિર્ણય લીધો છે. જા ૯ બ્રાન્ચ બંધ થઇ જાય છે તો SBIની વિદેશોમાં બંધ થનારી બ્રાન્ચોની સંખ્યા ૧૫ થઇ જશે. આ પહેલા ૬ વિદેશી બ્રાન્ચો બંધ થઇ ચુકી છે. બેંક અધિકારીઓના અનુસાર બેંક વિદેશી કારોબારના પુનગર્ઠનની યોજના પર કામ કરી રહ્યુ છે. હાલના સમયમાં હેંક ૩૬ દેશોમાં વેપાર કરી રહ્યુ છે. જેની કુલ ૧૯૦ બ્રાન્ચ છે.
હાલના સમયમાં બેંકોની પાસે કેપિટલની ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એટલા માટે એનો સારો ઉપયોગ કરવાની યોજના પર કામ થઇ રહ્યુ છે. આ કારણ છી બેંક છેલ્લા બે વર્ષથી પોતાની વિદેશી શાખાઓ બંધ કરી ચુક્યું છે. આ ઉપરાંત ૯ બીજી વિદેશી શાખાઓને બંધ કરવાની યોજના પર કામ કરી રહી છે.
વિદેશોમાં દરેક જગ્યાઓ પર યોગ્ય ઓફિસ નથી. બાંગ્લાદેશ અને દક્ષિણ ઓફ્રીકામાં ખૂબ જ નાની બ્રાન્ચ છે. આવી જ શાખાઓ ઘણી જગ્યાઓ પર છે, જેનું પુનગર્ઠન કરવાની જરૂર છે. એમને જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સનો એક આદેશ પણ છે કે વિદેશમાં જે શાખાઓ વ્યવહારિક ના હોય એને બંધ કરી દેવામાં આવે.
બીજી બાજુ માત્ર SBI નહીં દેશની દરેક પ્રાઇવેટ અને ગવર્નમેન્ટ સેક્ટરની દરેક બેંકો પર એનપીએનું જારદાર દબાણ છે. હવે RBIના આ રિપોર્ટે દબાણ વધારે વધી ગયું છે. રિપોર્ટ અનુસાર આવતા વર્ષે ભારતની દરેક બેંકો પર એનપીએ ૧૨.૨ ટકા થઇ જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY