જાહેર ક્ષેત્રની બેન્કોના એનપીએ રેશિયોની સ્થિતિ વધુ કથળી શકે: આરબીઆઈ

0
104

ન્યુ દિલ્હી,તા.૨૮
રિઝર્વ બેન્કે બેન્કોની કુલ એનપીએની સ્થિતિને લઇને ધૂંધળી તસવીર રજૂ કરી છે. કેન્દ્રીય બેન્કે કહ્યુ કે બેન્કોની કુલ એનપીએ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં વધીને ૧૨.૨ ટકા સુધી પહોંચી જશે. અગાઉ માર્ચ ૨૦૧૮ના અંત સુધી આ રેશિયો ૧૧.૬ ટકા હતો.
રિઝર્વ બેન્કો પોતાના નાણાકિય સ્થિરતા અહેવાલમાં કહ્યુ કે માઇક્રો ઇકોનોમિક પરિબળો પર આધારિત પરીક્ષણથી સંકેત મળે છે કે હાલના ચિત્રના આધારભૂત પર્યાવરણમાં અનુસૂચિત વાણિજ્યિક બેન્કોનું કુલ એનપીએ માર્ચ ૨૦૧૮ના ૧૧.૬ ટકાથી વધીને માર્ચ ૨૦૧૯ સુધી ૧૨.૨ ટકા સુધી પહોંચી જશેય જાહેર ક્ષેત્રના ઝડપી સુધારાવાદી કાર્યવાહી નિયમોની મર્યાદામાં આવતી ૧૧ બેન્કો વિશે રિઝર્વ બેન્કે કહ્યુ કે આ બેન્કોના એનપીએ રેશિયોની સ્થિતિ વધુ કથળી શકે છે અને તે માર્ચ ૨૦૧૮ના ૨૧ ટકાથી વધીને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૨૨.૩ ટકા સુધી પહોંચી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ૧૧ બેન્કો માંથી ૬ બેન્કોએ જરૂરી લધુત્તમ જાખમ ભારાંક મિલકત ગુણોત્તરના નવ ટકાની સરખામણીમાં મૂડીની તંગીનો સામનો કરવા પડી શકે છે. ઉંચા એનપીએના કારણે રિઝર્વ બેન્કની ઝપડી સુધારાવાદી કાર્યવાહીની મર્યાદામાં જે બેન્કોને રાખવામાં આવી છે તેમાં આઇડીબીઆઇ બેન્ક, યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક આૅફ ઇન્ડીયા, બેન્ક આૅફ ઇન્ડીયા, ઇન્ડીયન ઓવરસીસ બેન્ક, દેના બેન્ક, ઓરિએન્ટલ બેન્ક આૅફ કોમર્સ, બેન્ક આૅફ મહારાષ્ટ્ર, યૂનાઇટેડ બેન્ક આૅફ ઇન્ડીયા, કોર્પોરેશન બેન્ક આૅફ અલ્હાબાદ બેન્કનો સમાવેશ થાય છે. રિઝર્વ બેન્કે આ રિપોર્ટમાં કહ્યુ છે કે તમામ કોમર્શિયલ બેન્કોના નફામાં ઘટાડો થયો છે. આંશિક રીતે તેનાથી વધેલી જાગવાઇ અંગે જાણ થઇ છે. જા કે તેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૭-૧૮માં જમા વૃદ્ધિ ધીમી રહેવા છતાં દેવાની વૃદ્ધિમાં તેજી આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY