કેટલાક દળોને શાંતિ અને વિકાસ નહીં, ઝઘડો અને અશાંતિ જોઇએ છે: મોદી

0
7

મગહર,તા.૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે ઉત્તરપ્રદેશના સંત કબીરનગર પહોંચ્યા. અહીંયા તેમણે સંત કબીરદાસની મજાર પર ચાદર ચડાવી. ત્યારબાદ મોદીએ કબીરદાસની ૫૦૦મી જયંતી પર મગહરમાં સંત કબીર એકેડેમીનો શિલાન્યાસ કર્યો. અહીંયા મોદીએ જનસભાને પણ સંબોધિત કરી. મોદીએ કહ્યુ, “આજે મહાપુરુષોના નામ પર રાજનીતિ થઇ રહી છે. આવા લોકો જમીનથી કપાઇ ગયા છે.” મોદીએ કહ્યુ, “દેશમાં માહોલ ખરાબ થવાનો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.” ઉલ્લેખનીય છે કે, ૨૪ કરોડ રૂપિયાના ખર્ચે બનનારી આ એકેડમીમાં પાર્ક અને પુસ્તકાલય ઉપરાંત કબીર પર શોધની સંસ્થા પણ હશે.
મોદીએ કહ્યુ, “સમાજવાદ અને બહુજનની વાત કરનારાઓની સત્તા માટે લાલચ તમે જાઈ શકો છે, ૨ દિવસ પહેલાં દેશમાં કટોકટીના સમયને ૪૩ વર્ષ થયાં. સત્તાનું લાલચ આવું જ છે ઈમરજન્સી લગાવનારા અને તે સમયે કટોકટીનો વિરોધ કરનારાઓ સાથે આવી ગયા છે. આ સમાજ નથી માત્ર પોતાનું અને પોતાના પરિવારનું હિત જાવે છે. કેટલાંક પક્ષ માત્ર ક્લેશ અને રાજનીતિ જ ઈચ્છે છે, આ પક્ષ સમાજવાદ અને બહુજન વાદના નામે ઢોંગ કરે છે. આ તે લોકો જ છે જ જેઓએ પોતાના માટે કરોડોના બંગલા બનડાવ્યાં. આવા લોકોથી યુપીના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
કેટલાંક લોકોનું મન પોતાના આલીશાન બંગલાથી લાગેલું હોય છે. આજે મહાપુરુષોના નામે રાજનીતિ થઈ રહી છે, એવાં લોકો જમીનથી અલગ થઈ ગયા છે.
મોદીએ કહ્યુ, “આઝાદીના આટલા વર્ષો સુધી દેશના કેટલાંક જ હિસ્સામાં વિકાસની રોશની પહોંચી શકી હતી. અમારી સરકારનો પ્રયાસ છે કે, ભારતભૂમિની એક-એક ઇંચની જમીનને વિકાસની ધારા સાથે જાડવામાં આવે. ૧૪-૧૫ વર્ષ પહેલા જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી અહીંયા આવ્યા હતા, ત્યારે તેમણે આ જગ્યા માટે એક સપનું જાયું હતું. તેમના સપનાંને સાકાર કરવા માટે મગહરના આંતરરાષ્ટ્રીય માનચિત્રમાં સદ્ભાવ-સમરસતાના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસિત કરવાનું કામ કરવામાં આવી રહ્યુ છે.
આજે બેગણી ગતિથી કામ થઇ રહ્યુ છે. સરકાર સૌનો સાથ સૌનો વિકાસની ભાવનાથી કામ કરી રહી છે. પહેલા વિકાસ માટે પૂર્વીય ઉત્તરપ્રદેશ તરસી ગયું હતું.
પીએમ મોદીએ આ અવસર પર ફરીથી ટ્રિપલ તલાકનો મુદ્દો છંછેડયો. તેમણે સભાને સંબોધિત કરતાં કહ્યુકે મુસ્લિમ સમાજની મહિલાઓ માટે આપણે ટ્રિપલ તલાક પર કાયદો લઇ આવ્યા પરંતુ સંસદમાં કેટલાંક દળોએ તેમાં પણ રોડા નાંખી રહ્યા છે. તેમણે આ અવસર પર પૂર્વ રાષ્ટÙપતિ અબ્દુલ કલામને યાદ કરતાં કહ્યુ કે તેમણે આ જગ્યા માટે સપનું જાયું હતું. આપણે દેશના પૂર્વ હિસ્સાને વિકસિત કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY