બિલ્ડર પાસેથી ૧.૭૦ કરોડની લાંચ લેનાર આઈટી ઓફિસરને પાંચ વર્ષની જેલ

0
21

ન્યુ દિલ્હી,તા.૨૮
સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે એડિશનલ ઈન્કમ ટેક્સ કમિશ્નરને ૫ વર્ષની સજા ફટકારી છે. ઈન્કમ ટેક્સ કમિશ્નરે ૨૦૧૦માં સર્ચ ઓપરેશન ન કરવા માટે એક બિલ્ડર પાસે ૧.૭૦ કરોડ રુપિયાની લાંચ માગી હતી. ૧૯૯૨ની બેચના ઈન્ડીયન રેવન્યૂ સવિર્સ (આઈઆરએસ) ઓફિસર સુમિત્રા બેનર્જીના પતિ સુબ્રતો બેનર્જી ૧.૫૦ કરોડ રુપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા અને ૪ વર્ષની સજા મળી છે. આ કાવતરામાં સામેલ આસિસ્ટંટ ઈન્કમ ટેક્સ કમિશનર અંજલી બમબોલેને ૫ વર્ષની જેલ થઈ.
બેનર્જી કપલને ૧.૧૦ કરોડ રુપિયા દંડ ચૂકવવાનો છે જ્યારે અંજલી બમબોલેને ૪૦ લાખ રુપિયા દંડ પેટે આપવા પડશે. આ ત્રણેયને જામીન પર મુક્ત કરાયા છે. સ્પેશિયલ પિબ્લક પ્રોસિક્યુટર કવિતા પાટીલે કહ્યુ કે, ઈન્કમ ટેક્સ ઓફિસર્સ અને ફોરેન્સિક એક્સપર્ટ સહિતના ૧૪ સાક્ષીઓની પૂછપરછ કરાઈ હતી. ૧૨ એપ્રિલ, ૨૦૧૦માં સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યુરોમાં બે ઓફિસર સામે રામ ડેવલપર્સનો ટેક્સ ઘટાડવા માટે લાંચ લેવાની ફરિયાદ નોંધાઈ હતી. બિલ્ડરે લાંચ પેટે પહેલા ૨૦ લાખ રુપિયા આપી દીધા હતા.
સીબીઆઈનો આરોપ છે કે, સુમિત્રાને અંજલી બમબોલે સાથે થાણેમાં ચીફ કમિશ્નર ઓફ ઈન્કમ ટેક્સની ઓફિસમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. બંને માર્ચ ૨૦૧૦માં આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયા. સુમિત્રાએ બિલ્ડરના પાર્ટનર પાસેથી ૨ કરોડની લાંચ માગી હતી. સુમિત્રાએ એમ કહીને લાંચ માગી કે ફર્મનો ટેક્સ ૨૫ કરોડ રુપિયા છે. સાથે જ તેણે સર્ચ ઓપરેશન કરવાની પણ ધમકી આપી હતી. સીબીઆઈએ કÌšં કે, ફર્મના સીએ સાથે વાટાઘાટ કર્યા બાદ ટેક્સ ૧.૦૫ કરોડ રુપિયા કરવામાં આવી.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY