પૂર્વ કચ્છના ભચાઉ શહેરમાં છરીની અણીએ લૂંટના આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

0
162

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલ ગાંધીધામના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક દેસાઇ ની સુચના મુજબ ભચાઉ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુના રજીસ્ટર નં.૭ર/૧૮ ઇ.પી.કો.કલમ ૩૯૪, ૩૯૭. ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનો અતુલ રીક્ષા નં.જી.જે.૧૨-બી.યુ-૧૧૧૦ વાળી મા અજાણ્યા બે ઇસમો આવી ફરીયાદી તથા સાહેદને છરી બતાવી અલગ અલગ કપનીના મોબાઇલ ફોન નંગ ચાર કીમત રૂ.૨૦,૦૦૦/- તથા રોકડ રૂ.૧૩,૩૦૦/મળી કુલ કીમત રૂ.૩૩,૩૦૦/- ના મુદામાલની લુંટ કરી લઇ ગયેલ હોઇ જે બાબતે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.જે.ભાટીયા તપાસમાં હતા તે દરમ્યાન મળેલ હકીકત આધારે બપોરના ૩:૧૨ વાગ્યાના અરસામાં બટીયા પુલીયા પાસે આ ગુના કામે વપરાયેલ અતુલ રીક્ષા નં. જી.જે.૧ર-બી.યુ-૧૧૧૦ વાળી સાથે આરોપી ગુલાબશા ઉંમર લુહાર ઉ.વ.૩૫ રહે.હીમતપુરા રેલ્વે ફાટક પાસે ભયાઉ વાળાને પકડી તેની ઝડતી દરમિયાન ગુના કામે વપરાયેલ છરી તથા રીક્ષા જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- ગણી કુલ રૂ.૧,૩૩,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ અને આ લુંટ આરોપી પોતે તથા ઇકબાલ સલીમ લંઘા રહે.હીમતપુરા ભચાઉ વાળાએ મળી આ લુંટ કરેલ હોવાની અને આ લુંટનો મુદામાલ ઇકબાલ પાસે હોવાની કબુલાત આપેલ છે. અને આ ગુલામશા ઉમરશાની ધરપકડ કરી હતી અને ઇકબાલને પકડવા કાર્યવાહી હાથ ધરેલ છે આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.ભાટીયા, એ.એસ.આઇ.નજીર હુશૈન હેડ કોન્સ્ટેબલ છત્રસિહ ચુડાસમા, ભુપતસિહ રાઠોડ, પોલીસ કોન્સટેબલ હરપાલસિહ જાડેજા, ભારુભાઇ વ્યાસ,તથા મહેશ ગોસ્વામી વગેરે હાજર રહયાં હતા

બ્યુરો કચ્છ : બિમલ માંકડ          78746 35092

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY