ભારત-અમેરિકા વચ્ચે ૨+૨ મિટિગ રદ્દ થવામાં ઉ.કોરિયા વિલન બન્યું..!!?

0
15

ન્યુ દિલ્હી/વાશિંગ્ટન,તા.૨૯
ભારત અને અમેરિકા વચ્ચે ફરી એક વખથ ૨ + ૨ બેઠક અમેરિકા તરફથી રદ્દ કરવામાં આવી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો આગામી ૬ જુલાઈના ઉત્તર કોરિયાના નેતા કિમ-જાંગ-ઉન સાથે વાર્તામાં ભાગ લેવા માટે પ્યોંગયાંગ જઇ રહ્યા છે. એક અહેવાલ અનુસાર, અમેરિકા પ્રશાસનનું કહેવું છે કે, વિદેશ મંત્રી પોમ્પિયોની પ્યોંગયાંગ મુસાફરીના કારણે ભારત-અમેરિકા વચ્ચે થનાર મહત્વપૂર્ણ ૨ + ૨ બેઠક રદ્દ થઈ શકે છે.
અમેરિકા વિદેશ મંત્રી માઇક પોમ્પિયો ભારત સાથે થનાર મહત્વની વાતચીતને રદ્દ કરવા માટે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ એવું કહેવામાં આવી રહ્યુ છે કે, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે ટૂંક સમયમાં નવી તારીખો સાથે ચર્ચા કરવામાં આવી શકે છે. આ વાતચીતમાં ૬ જુલાઈના અમેરિકામાં ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પેયો, રક્ષા મંત્રી જેમ્સ મૈટિસ વચ્ચે થનાર હતી. જેમા બંને દેશોના સંબંધો, રક્ષા, વેપારથી લઈ ઘણાં મહત્વના મુદ્દાઓ પર વાતચીત થવાની હતી.
આ બીજી વખત છે જ્યારે અમેરિકા તરફથી મહત્વપૂર્ણ વાતચીતને રદ્દ કરવામાં આવી છે. આ પહેલા બેઠક માર્ચ મહિનામાં થવાની હતી પરંતુ ત્યારે પણ રદ્દ કરવામાં આવી હતી. તે સમયે અમેરિકાના રાષ્ટપતિ ટ્રમ્પના તત્કાલિન વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને પદ પરથી હટાવી દીધા હતા, જેના કારણે વાર્તા રદ્દ કરવાની જરૂર પડી હતી.
આ પછી ૧૨ જૂનના સિંગાપુરમાં અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જાંગ ઉન વચ્ચે થયેલ પરમાણુ હથિયાર મુક્ત કરવાની દિશામાં આગળ વધાવાના માટે સમજૂતી થઈ હતી, જેના માટે અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયો પ્યોંગગયાંગ જઈ રહ્યા છે. જેઓ ત્યાં જઈ ઉ.કોરિયાના પરમાણુ કાર્યક્રમને બંધ કરવા માટે માનવવા જઇ રહ્યા છે. તેમજ તે પછી ઉ.કોરિયા પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે તેના પર પણ ચર્ચા થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY