સ્વિસ બેંક વિવાદ : ભાજપે તોડ્યુ મોન,ટૂંક સમયમાં સત્ય સામે આવશે

0
17

આ મામલાને કાળા નાણાં અને ગેરકાયદેસર લેવડ-દેવડ સાથે જાડવાની કોઈ જરૂર નથી
ન્યુ દિલ્હી,તા.૨૯
સ્વિસ નેશનલ બેન્ક (જીદ્ગમ્) તરફથી જાહેર કરવામાં આવેલા નવા રિપોર્ટ પર મોદી સરકારને ચારેબાજુથી વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર સ્વિસ બેન્કોમાં ભારતીયોના પૈસા ૫૦ ટકાનો વધારો થયો છે, જેના સાથે જ આંકડો ૭૦૦૦ કરોડને પાર પહોંચ્યો છે. આ મામલે કેન્દ્રની મોદી સરકારના નાણામંત્રી પીયૂષ ગોયલે સરકારના બચાવમાં નિવેદન આપ્યું છે અને તેમને કહ્યુ કે, આ મામલે કાળા નાણાં અને ગેરકાયદેસર લેવડ-દેવડ સાથે જાડવાની કોઇ જ જરૂરત નથી.
નાણામંત્રીએ કહ્યુ કે, ભારતના પીએમ મોદીના નેતૃત્વમાં સ્વિટઝરલેન્ડની બેન્ક સાથે જે પણ કરાર કરવામાં આવ્યા છે તેના અનુસાર, નાણાકીય વર્ષના અંત સુધીમાં તમામ માહિતી અમારી પાસે મળી જશે. સ્વિસ બેન્કના રિપોર્ટ પર પૂછવમાં આવેલા સવાલ પર ગોયલે કહ્યુ કે, એક જાન્યુઆરી ૨૦૧૮ના નાણાંકીય વર્ષના સમાપ્ત થતાં સુધીમાં તમામ માહિતી અમારી પાસે આવી જશે. જેના કારણે કાળા નાણાં અને ગેરકાયદેસર લેવડ-દેવડ સાથે આને જાડવાની કોઇ જ જરૂર નથી.
કોંગ્રેસે હાલમાં જ વિદેશમાં જમા કાળા નાણાં મામલે કહ્યુ કે, અચ્છા દિન માત્ર એક જુમલો બની ગયો છે. પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, મોદી જી, ભારતનો રૂપિયો કમજાર થઇને એક ડોલરની સામે રૂ.૬૯.૧૦ પર પહોંચ્યો છે, જ્યારે વચન તો ૧ ડોલરના રૂ. ૪૦ કરવાનો હતો. તેમજ સ્વિસ બેન્કોમાં કાળા નાણામાં ૫૦ ટકાના વધીને રૂ.૭૦૦૦ કરોડ પર પહોંચ્યો છે. વિદેશી બેન્કોમાંથી ૧૦૦ દિવસમાં રૂ.૮૦ લાખ કરોડ પાછા લાવવાની વાત કરવામાં આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY