કાનપુર,તા.૩૦
ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક મુસ્લિમ મહિલાએ સાંપ્રદાયિક સૌહાર્દ અને પરસ્પર ભાઇચારાની અનોખી મિસાલ રજૂ કરી છે. તેમણે હિન્દુઓના પ્રસિદ્ધ ધર્મગ્રંથ રામાયણને ઉર્દુમાં લખીને ફરી એક વખત દેશની ગંગા-જમુ તહજીબનો પરિચય આપ્યો છે.
કાનપુરના પ્રેમનગર વિસ્તારના રહેવાસી ડાકટર માહી તલત સિદ્દીકી રામાયણની રચના કરતાં તમામ સમુદાયોમાં પરસ્પર સમભાવનાનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તેમનું કહેવું છે કે તેઓ ઇચ્છતા હતા કે હિન્દુ ગ્રૂપ સિવાય મુસ્લિમ સમુદાયને પણ રામાયણની સારી વાતો અંગે ખબર પડે, તેના લીધે તેમણે રામાયણને ઉર્દુમાં લખવાનું વિચાર્યું.
અંદાજે બે વર્ષ પહેલાં કાનપુરના બદ્રી નારાયણ તિવારીએ ડા.માહી તલતને રામાયણની એક નકલ સોંપી હતી. ત્યારબાદ તેમણે રામાયણને ઉર્દુ ભાષામાં લખવાનું નક્કી કરી લીધું. ડા.તલતનું કહેવું છે કે બાકી ધર્મગ્રંથોના પવિત્ર શબ્દોની જેમ રામાયણ પણ અમને શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપે છે. આ ખૂબ જ સુંદર રીતે લખવામાં આવ્યો છે. તેને ઉર્દૂમાં લખ્યા બાદ મને તણાવમાંથી મુક્તિ અને શાંતિનો અહેસાસ થઇ રહ્યો છે.
ડા.માહી તલતનું કહેવું છે કે રામાયણને હિન્દીમાંથી ઉર્દુમાં લખવા દરમ્યાન તેમણે દોઢ વર્ષથી વધુનો સમય લાગ્યો. હિન્દીમાંથી ઉર્દુ ભાષાંતર દરમ્યાન તેમણે એ વાતનું પણ ધ્યાન રાખ્યું કે કયાંયથી પણ હિન્દી ભાષા વાળા રામાયણના ભાવાર્થ સાથે છેડછાડ ના થાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





