રાજકીય પક્ષોને વિદેશી ફંડના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

0
9

ન્યુ દિલ્હી,તા.૩
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને ફંડ આપવાના કાયદામાં કરવામાં આવેલા સંશોધનની કાયદેસરતા ચકાસવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે નવા કાયદાને રદ્દ કરવાની અરજી પર કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાની ખંડપીઠે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની એક અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે.
અરજીમાં એફસીઆરએમાં કરવામાં આવેલા સંશોધનો પર સવાલ ઉઠાવ્યો છે. અરજદારનું કહેવું છે કે આ કાયદો સંસદમાં નાણાંકીય બિલ બનાવવા પારીત કરવામાં આવ્યો અને રાજ્યસભામાં આ કાયદાની તપાસ થઈ શકી નથી. એડીઆરના સંસ્થાપક સદસ્ય પ્રોફેસર જગદીપ છોકરે કÌšં છે કે સુપ્રીમ કોર્ટ આવા સંશોધનોને જરૂરથી રદ્દ કરશે. કારણ કે આવા સંશોધન ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.
મહત્વપૂર્ણ છે કે, સંસદે માર્ચમાં બજેટ સત્રમાં નાણાંકીય વિધેયક ૨૦૧૮માં પારીત કર્યું હતું. તેમાં એફસીઆરએ ૨૦૧૦ને સંશોધિત કરાયો હતો. જેમાં રાજકીય પક્ષો માટે વિદેશી ધન લેવાનો રસ્તો ખુલ્યો હતો. આ વિધેયકથી નાણાંકીય કાયદો ૨૦૧૬ને સંશોધિત કરવામાં આવ્યો. જેમાં એફસીઆરએ-૨૦૧૦ ખુદ જ સંશોધિત થયો હતો અને તેમા વિદેશી નાણાંના સ્ત્રોતની વ્યાખ્યા બદલવામાં આવી હતી. આ સંશોધનથી મોટા રાજકીય પક્ષો બચી ગયા હતા. મહત્વપૂર્ણ છે કે પહેલા વિદેશી ફંડ લેવા પર સંપૂર્ણપણે રોક હતી. દિલ્હી હાઈકોર્ટે રાજકીય પક્ષો વિરુદ્ધ માર્ચ-૨૦૧૪માં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને વિદેશી ફંડ લેવાના મામલામાં છ માસમાં કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. આ કાર્યવાહીમાં ઘણાં મોટા દળનો સમાવેશ થતો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY