ન્યુ દિલ્હી,તા.૩
વિશ્વમાં કપાસના સૌથી મોટા ઉત્પાદક ભારતમાં કપાસની આવક આ વર્ષે મોડી શરૂ થશે કેમ કે કેનાલના પાણીનો અભાવ, વરસાદની અછત તથા કપાસમાં ગુલાબી ઈયળને નિયંત્રણમાં લાવવા માટે વહેલી વાવણી પરના નિયંત્રણો જેવા પરિબળોના કારણે વાવણીમાં વિલંબ થયો હતો. જૂન મહિના દરિયાન નબળા ચોમાસાના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અને ગુજરાતના ચાવીરૂપ પ્રદેશોમાં કપાસ ઉગાડતા ખેડૂતોએ વાવણી થંભાવી દીધી હતી. ગુજરાતમાં ચોમાસનો મોડો પ્રવેશ થવાથી કપાસનું વાવેતર લંબાયું છે.
સેન્ટ્રલ ઈન્સ્ટિટયુટ ઓફ કોટન રિસર્ચના કાર્યકારી ડિરેકટર વી.એન.વાઘમારેએ જણાવ્યું હતું કે, મધ્ય ભારતના રાજ્યોમાં વરસાદ વચ્ચે અસાધારણ ગેપના કારણે કપાસનું વાવેતર અસર પામ્યું છે. ઉત્તરમાં કેનાલના પાણીની ઉપલ્બધતાના અભાવના કારણે આમ બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વરસાદ ન પડવાના કારણે સેન્ટ્રલ ઈન્સ્ટિટયુટ ઓફ કોટન રીસર્ચના પોતાના પ્રયોગાત્મક કોટન પ્લાન્ટેશનને અસર કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, આ વર્ષે ડાંગરની તુલનાએ કપાસમાં ઓછું વળતર મળ્યું હોવાના કારણે પંજાબમાં કપાસના વાવેતરમાં ઘટાડો કર્યો હતો. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા ઉત્તરિય રાજ્યોમાં જયાં કપાસનું વાવેતર મે મહિના જેવું વહેલું થઈ જતું હોય છે ત્યાં કેનાલના પાણીની ઉપલબ્ધીના અભાવે ઘણું વિલંબમાં પડયું હતું.
આ વર્ષે પિન્ક બોલવોર્મ (ગુલાબી ઈયળ)થી અસરગ્રસ્ત રાજ્યોમાં વહેલા વાવેતરને અટકાવવામાં આવ્યું હતું. કોટન બેલ્ટમાં છૂટાછવાયા વરસાદના કારણે ડ્રીપ ઈરિગેશન ધરાવતાં વિસ્તારોમાં પણ મોડું વાવેતર નોંધાયું હતું. વરસાદના વિલંબના કારણે રાજ્યમાં કપાસનું વાવેતર કરતાં વિસ્તારોમાં પાંચ ટકાનો વધારો થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





