નેપાળમાં ખરાબ હવામાનને કારણે માનસરોવરના બે ભારતીય યાત્રાળુનાં મોત, 1100 ફસાયા

0
8
ફસાયેલા યાત્રીઓને બહાર કાઢવા ભારતે નેપાળની મદદ માગી

હિલસાથી સિમિકોટ સુધીના વિસ્તારમાંથી 250, સિમિકોટથી નેપાલગંજ સુધી 158ને બચાવાયા

હજુ પણ સિમિકોટમાં 629 અને હિલસામાં 451 લોકો ફસાયેલા છે : બચાવ કામગીરી માટે સાત કોમર્શિયલ ફલાઇટને કામે લગાડવામાં આવી

માનસરોવર યાત્રાએ ગયેલા બે ભારતીય યાત્રીઓ ખરાબ હવામાનને કારણે નેપાળમાં પર્વતીય વિસ્તારોમાં મૃત્યુ પામ્યા છે અને હજુ પણ ૧૧૦૦થી વધુ યાત્રીઓ ફસાયેલા છે. આ યાત્રીઓને બહાર લાવવા માટે ભારતે નેપાળની મદદ માગી છે. જો કે ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર નેપાળના હિલસાથી સિમિકોટ સુધીના વિસ્તારમાંથી ૨૫૦ અને સિમિકોટથી નેપાલગંજ સુધીના વિસ્તારમાંથી ૧૫૮ને બચાવી લેવામાં આવ્યા છે. ચીનના તિબેટ વિસ્તારમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બચાવવાના પ્રયાસો પણ ઝડપી બનાવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે વડાપ્રધાન વિદેશ મંત્રાલય અને સંબધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને ફસાયેલા ભારતીયો બચાવવાના તમામ પ્રયાસો કરવાના નિર્દેશ આપ્યા છે. આજે સવારે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટર પર જણાવ્યું હતું કે સિમિકોટમાં ૫૨૫, હિલસામાં ૫૫૦ અને અન્ય ૫૦૦ શ્રદ્ધાળુઓ તિબેટમાં ફસાયેલા છે. સેનાના હેલિકોપ્ટર દ્વારા તેમને બચાવવા માટે ભારતે નેપાળ સરકારને વિનંતી કરી છે. જો કે હવે સિમિકોટમાં ૬૨૯ અને હિલસામાં ૪૫૧ લોકો ફસાયેલા છે. બચાવ કામગીરી માટે સાત કોમર્શિયલ ફલાઇટને કામે લગાડવામાં આવી છે. બચાવી લેવામાં આવેલા શ્રદ્ધાળુઓને ભારતની સરહદે આવેલા નેપાલગંજ લઇ જવામાં આવ્યા છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર કેરળના ૫૬ વર્ષીય નારાયનામ લીલા અને આંધ્ર પ્રદેશના સત્યા લક્ષ્મીનું મોત થયું છે. માનસરોવરથી પરત આવ્યા લીલાનું હોટલમાં મોત થયું હતું જ્યારે લક્ષ્મીનું મોત તકલાકોતમાં થયું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY