ખેડૂત માટેના ટેકાના ભાવમાં વધારાના નિર્ણયને આવકાર

0
18

અમદાવાદ,તા.૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ખેડુતો માટે ટેકાના ભાવ વધારવા કરેલા કિસાન હિતલક્ષી નિર્ણયને આવકારીને ગુજરાતના સમગ્ર ખેડુતો અને સાડા ૬ કરોડ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ આ પગલાંને દેશના કિસાનો માટે સોનાનો સૂરજ સમાન ગણાવતા કહ્યું કે છેલ્લા ૪ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિત ખેડુત અને ગામડાને એકમ બનાવી દેશના કિસાનની મહેનત એળે ન જાય એની પેદાશના પૂરતા ભાવ મળે તેવા અનેકાનેક નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં ખેડુતોને ટેકાના ભાવ સરકારે કેન્દ્રની મદદથી આપ્યા છે તેમ પણ તેમણે કહ્યું હતું. વિજય રૂપાણીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ટેકાના ભાવમાં દોઢથી બે ગણો વધારો કર્યો તે દેશના કિસાનોની મહેનતમાં નવા પ્રાણ પુરશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે ભૂતકાળની યુપીએ સરકારે સતત ખેડુત અને ખેતીની અવગણના કરી અને પરિણામે ખેડુતોને આત્મહત્યા કરવી પડતી. પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કિસાન હિતકારી નીતિઓ અને ખેડુતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારના પ્રોત્સાહન પગલાઓથી ખેડુત અને ખેતી બેય સમૃદ્ધ બન્યાં છે. દરમિયાન રાજ્યના ખેડુતો ખરીફ પાક માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા આઈ-ખેડુત પોર્ટલ ઉપર આગામી તા. ૧૭ જુલાઈ ૨૦૧૮ સુધી અરજી કરી શકશે. અરજી કર્યા બાદ તા. ૧૯ જુલાઈ-૨૦૧૮ સુધી સંબંધિત બેન્કમાં જરૂરી સાધનિક કાગળો સહિત અરજી જમા કરાવી શકશે, તેમ આજે ખેતી નિયામક ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, ખેડુતોએ ડાંગર(પિયત), ડાંગર (બિન પિયત), બાજરી, મકાઈ, જુવાર, રાગી, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ (પિયત-બિનપિયત) પાક માટે આઈ-ખેડુત પોર્ટલ ઉપર અરજી કરવાની અંતિમ તારીખ ૧૫ જુલાઈ ૨૦૧૮ છે, પરંતુ તા. ૧૪ અને ૧૫ જુલાઈ ૨૦૧૮ના રોજ જાહેર રજા હોઈ ઠરાવ મુજબ ખેડુતો આઈ-ખેડુત, પોર્ટલ પર તા. ૧૭ જુલાઈ ૨૦૧૮ સુધી અરજી કરી શકશે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY