અમદાવાદમાં લઠ્ઠાકાંડ: ચાર યુવકોએ દેશી દારૂ પીધા બાદ દ્રષ્ટિ ગુમાવી: બે ગંભીર

0
64
લઠ્ઠાકાંડ પર ઠંડુ પાણી રેડવા પોલીસે દારૂના અડ્ડા પર રેડો પાડી
સોલામાં દારૂ પીનારાના બ્લડ સેમ્પલ FSLમાં મોકલાયાં
ગાંધીના ગુજરાતમાં દારૃબંધી લાદવામાં આવી તે માત્ર કાગળ પર જ રહી છે, હજુય અમદાવાદમાં હપ્તાખોર પોલીસની રહેમનજર હેઠળ ખુલ્લેઆમ દારૃના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સોલામાં દેશી દારૃ પીધા બાદ ચાર યુવકોએ અચાનક જ દ્રષ્ટિ ગુમાવી છે, જ્યારે બેની હાલત ગંભીર છે, લઠ્ઠાકાંડના કારણે દારૃ પીનારાની આ સ્થિતિ સર્જાઇ હોવાનું મનાઇ રહ્યું છે, જો કે પોલીસ આ લઠ્ઠાકાંડને સામાન્ય દારૃની ઘટના ગણાવતા દોડધામ મચાવી રહી છે. અમદાવાદમાં નવ વર્ષ બાદ ફરીથી લઠ્ઠાકાંડ સર્જાયો છે. જેમાં સોલા વિસ્તારમાં રહેતા અને પ્લમ્બિંગનું કામ કરતા મહેશભાઇ, પ્રવીણભાઇ અને ધીરેનભાઇ તથા અજયભાઇ નામના શ્રમજીવી યુવકોઓએ ગઇકાલે રાત્રે સોલામા દારૃના અડ્ડા પર દેશી દારૃ પીધો હતો. આજે સવારે તેઓ ઉઠવામાં તકલીફ થઇ હતી અને આંખે દેખાતું ન હોતું જેથી તુરંત સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં પ્રવીણભાઇ અને મહેશની હાલત ગંભીર હોવાથી આઇસીસીયુંમાં સારવાર અપાઇ રહી છે. જ્યારે અન્ય બે યુવકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સોલા સિવિલના ડોક્ટરોએ ચારેય યુવકોના બ્લડ સમ્પલ લઇને એફએસએલમાં મોકલી આપ્યા છે અને કહ્યુ છે કે દારૃમાં ઇથેલોન અને મિથેલોનનું કેટલું પ્રમાણ છે, તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે. આ લઠ્ઠાકાંડની જાણ થતાંની સાથે પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને ઝોન-૧ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સોલા સિવિલ દોડી ગયા હતા અને આ લઠ્ઠાકાંડની ઘટના પર ભીનું સંકેલવાના પ્રયાસો હાથ ધરીને સોલા વિસ્તારમાં ચાલતા દેશી દારુના અડ્ડા પર સામુહિક દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સોલામાં લઠ્ઠાકાંડના પગલે પોલીસ દોડતી થઇ: અમદાવાદમાં ઠેર ઠેર દારૃના અડ્ડા પર દરોડા સોલામાં લઠ્ઠાકાંડ થયાની જાણ થતાની સાથે અમદાવાદ શહેર પોલીસ દોડતી થઇ હતી અને અમદાવાદ શહેરમાં સોલા, વાડજ અને સરદારનગર, કાગડાપીઠ, ઓઢવ સહિતના વિસ્તારોમાં દારૃના અડ્ડા પર સામુહિક દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સોલામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસે સફાળી જાગી હતી અને પોલીસે તમામ વિસ્તારમાં દારૃના અડ્ડા પર દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે તમામ પોલીસ સ્ટેશનના વહીવટદારોએ બુટલેગરોને ફોન કરીને ભગાડી મૂક્યા હતા. પોલીસે ખાસ કરીને સરદાનગર, કુબેરનગર, વાડજ, શાહપુર, દૂશ્વેવર ધોબીઘાટ અને અગાઉ નવ વર્ષ પહેલા જ્યાં લઠ્ઠાકાંડ થયો હતો અને અનેક લોકોના મોત થયા હતા તેવા કાગડાપીઠના કંટોળીયાવાસ, ઓઢવ, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં દારૃના અડડાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો હતો. લઠ્ઠાકાંડની અસર પામેલા ચાર યુવકો (૧) પ્રવીણભાઇ ઉર્ફે લાલો મેલાભાઇ સેનમા (રહે : કડી તાલુકાનુ ડરણ ગામ) (૨) મહેશભાઇ રેવાભાઇ સેનમા ( રહે: કડી તાલુકાના ડરણ ગામ) (૩) ધીરેનભાઇ ગણેશભાઇ મહેતી ( કોલક્ત્તા) (૪) અજયભાઇ કેશવભાઇ ગુપ્તા ( યુ.પી.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY