ન્યુ દિલ્હી,તા.૬
અમુક મુદ્દે અંતિમ આદેશ આપવાનો બાકી હોવાનું જણાવી સુપ્રીમ કાર્ટે બીસીસીઆઇ દ્વારા ઘડી કાઢવામાં આવેલા મુસદ્દા અંગે ચુકાદો ન આપે ત્યાં સુધી તમામ રાજ્યના ક્રિકેટ બાર્ડને ચૂંટણી ન યોજવા જણાવ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા તેમ જ ન્યાયાધીશ એ. એમ. ખાનવિલકર અને ડી. વાય. ચંદ્રચુડની બનેલી ખંડપીઠે હાઈ કાર્ટને કોઈપણ રાજ્યના ક્રિકેટ બાર્ડમાં વહીવટકર્તાઓની નિમણૂકની અરજીને ધ્યાન પર ન લેવા જણાવ્યું હતું.
‘વન સ્ટેટ, વન વાટ’ અને બીસીસીઆઇના અધિકારીઓના કાર્યકાળની મુદતના અર્થઘટન અંગે અગાઉ આપવામાં આવેલા ચુકાદામાં સુધારો કરવા અંગે પણ તે વિચારણા કરી રહી હોવાનું કાર્ટે કહ્યુ હતું.
સુપ્રીમ કાર્ટે અગાઉ રાજ્યના ક્રિકેટ એસોસિયેશનો અને બીસીસીઆઇના હોદ્દેદારોને બંધારણીય મુસદ્દા અંગે એમ કહીને સૂચનો આપવા જણાવ્યું હતું કે એ સૂચનો લોઢા પંચની ભલાણણો અને ચુકાદાને અનુરૂપ હોવા જાઈએ. કાર્ટ દ્વારા અંતિમ સ્વરૂપ અપાનારો મુસદ્દો બીસીસીઆઇ માટે બંધનકર્તા હશે.
જાકે ખંડપીઠે એ સ્પષ્ટતા કરી હતી કે વર્ષ ૨૦૧૬ના ચુકાદાને રદ કરવાની માગણી કરતી અરજીને મામલે તેમણે આપેલો આદેશ બંધારણીય મુસદ્દાની માન્યતા સાથે કામ પાર પાડશે.
જસ્ટીસ લોઢા સમિતિએ બીસીસીઆઇમાં સંખ્યાબંધ માળખાકીય સુધારા કરવાની ભલામણ કરી હતી જેને સુપ્રીમ કાર્ટે મંજૂરી આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





