ભારત આજકાલ એક ઈમાનદારીનો ઉત્સવ ઉજવી રહ્યું છે: મોદી

0
63

ન્યુ દિલ્હી,તા.૬
પીએમ મોદીએ યુએસએના સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યાં હતાં. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ કેલીફોર્નીઆમાં મળ્યો હતો. તેમણે આમાં ભારતીય સમાજ, ક્લાઇમેન્ટ ચેન્જ, ટુરિઝમ, ભારતના અર્થતંત્ર પર મહત્વનની વાતો કરી હતી.
પીએમ મોદીએ પટેલ સમાજને સંબોધતા કહ્યુ કે, ‘ભારતના નાગરિકો જેમનો જન્મ ભારતમાં થયો અને સંસ્કાર ભારતમાં થયા છે તેઓ વિશ્વમાં જ્યાં જ્યાં ગયા તેમણે ભારતની સુવાસ ફેલાવવામાં મોટું યોગદાન આપ્યું છે. તેમણે ભારતના વૈભવ વારસાને જાળવવાનો પ્રયાસ કર્યો છે. જેઓ વર્ષોથી વિદેશમાં રહે છે તેવા અનેક ભારતીયોની દુનિયાભરમાં જે છબી બની છે તેના કારણે દુનિયાને ભારતને સમજવાનું બહું સહેલું બન્યું છે.’
તેમણે આગળ સંબોધતા કહ્યુ કે ‘ભારત વિશે જુઠ્ઠાંણાં ચાલતાં હોય છે તેમાં પણ જે ત્યાં રહેલા ભારતીયોને ઓળખતું હોય તેને પહેલો વિચાર આવે કે આ ભાઈ તો બહું સારા માણસ છે. આપણી આજુબાજુ રહેલા લોકો ભારતને બદનામ કરવાના પ્રયત્નો કર્યાં કરતાં હોય છે. આવા લોકો દશકોથી આપણને બરબાદ કરવાનું કામ કરે છે, પહેલા એવું હતું કે આખું વિશ્વ તેમની સાથે અને થોડા જ આપણી સાથે હતાં પરંતુ આજે આખું વિશ્વ આપણી સાથે છે અને તેમની સામે છે. આતંકવાદ સામે આખું વિશ્વ ભારતની વાત સ્વીકારવા લાગ્યું છે.
ભારતના પાસપોર્ટની વાત કરતાં જણાવ્યું કે, ભારતના પાસપોર્ટની જે તાકાત પહેલા હતી તેના કરતાં આજે વધી છે. દુનિયામાં ગમે ત્યાં જતાં હશો તો હવે ઇમિગ્રેશનના માણસ ભારતીયોનો પાસપોર્ટ જાઇને તેમની આંખોમાં ચમક આવી જતી હોય છે. ભારતની મહત્તા સમાજાઇ રહી છે દુનિયા ભારતને પોતાની સાથે જાડવા આતુર હોય છે.
પીએમે કÌšં કે , ભારત આજકાલ એક ઇમાનદારીનો ઉત્સવ માટે ઉજવી રહ્યુ છે. સમાજમાંથી ધીરે ધીરે બેઇમાનો બાજુમાં જઇ રહ્યાં છે. જીએસટીમાં પણ સફળતા મળી રહી છે. બધા ટેક્સને એક કરીને એકતાનો નવો મંત્ર આપણે આપ્યો. શરૂવાતમાં તકલીફ પડે પરંતુ સરકાર સંવેદનશીલ છે તેથી ઘણાં બદલાવ પણ કર્યા.
મોદીએ ભારતના અર્થશાસ્ત્રને વધારવામાં વિદેશમાં રહેતા ભારતીયોને અપીલ કરતાં કહ્યુ કે,’ વિદેશમાં રહેતા ભાઇઓ હવે એક કામ કરે તે છે ટુરિઝમ. આપણાં વિદેશમાં રહેતાં ભાઇઓ વતનને કામ લાગ્યાં જ છે. વીડિયો પર તમારા ગામના લોકોને એક વિષય ભણાવો.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY