પાટડી પથંકમાં લાખો રૂ.માં પરપ્રાતિંય મહિલાઓના સોદાનો પર્દાફાશ

0
140

પછાત રણકાંઠા વિસ્તારમાં પરપ્રાતિંય મહિલાઓન‍ા લાખો રૂ.માં સોદા કરી અે લેભાગુ મહિલાઓ અેકાદ બે દિ’માં રફુચક્કર થઇ જવાના અસંખ્ય કિસ્સાઓ સામેં આવ્યા છે. ત્યારે આવો જ અેક કિસ્સો પાટડી પથંકમાં પણ સામેં આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળ મહારાષ્ટ્રના ઓરંગાબાદથી આવેલા અભય કાશીરામ તાયડે ( રહે-અકોલા ( મહારાષ્ટ્ર ) અને વિશાલ બબન જમથડે ( રહે-ઓરંગાબાદ ( મહારાષ્ટ્ર ) પોતાની સાથે લાવેલી પ્રિયંકા વિશાલ શર્મા નામની ૨૩ વર્ષની યુવતિના લગ્ન માંડલ તાલુકાના વિંઝુવાડા ગામના 45 વર્ષના આધેડ કનુભાઇ રણછોડભાઇ મકવાણા સાથે લગ્ન કરાવવા પાટડીના મહેબુબભાઇ મુશલમાન નામના દલાલને વચ્ચે રાખી રૂ. દોઢ લાખમાં સોદો કરી દસાડા ખાતે બન્નેના ફુલહાર કરી આ બન્ને શખ્સો પાટડી આવ્યા હતા.
પાટડી તાલુકાના ખારાઘોઢા સ્ટેશન ખાતે રહેતી ગૌરીબેન કરમશીભાઇ ઠાકોરના દિકરા સાથે પણ બહારની અેક દિકરીનો લગ્ન કરાવવા રૂ. 50000માં સોદો થયાની બાતમી મળતા પાટડી પીઅેસઆઇ સી.અેચ.માંઢક, બી.અેન.શ્રીમાળી, ગોવિંદભાઇ ભરવાડ, જેંતિભાઇ લેંચિયા અને મેલાભાઇ સહિતના સ્ટાફે પાટડી વર્ણિન્દ્રધામ પાસેથી ઓરંગાબાદના આ બન્ને શખ્સોને રોકડ રૂ. 95000 અને મોબાઇલ મળી કુલ રૂ. અેક લાખનો મુદામાલ, અેક લગ્ન નોંધણી કરારનો નોટરી, સંખ્યાબંધ ડુપ્લીકેટ આધાર કાર્ડ અને અલગ-અલગ કંપનીના ચાર સિમકાર્ડ સાથે લાખો રૂ.માં મહિલાઓના સોદા કરાતા હોવાના કૌભાંડનો પર્દાફાશ કરતા સમગ્ર પાટડી પથંકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે મહિલા સાથે લગ્ન કરવા રૂ. દોઢ લાખની છેતરપિંડીનો ભોગ બનનારા માંડલ તાલુકાના વિંઝુવાડાના કનુભાઇ રણછોડભાઇ મકવાણાએ જણાવ્યું કે મારી સાથે પાટડીના મહેબુબભાઇ મુશલમાને રૂ. દોઢ લાખમાં 23 વર્ષની યુવતિ સાથે લગ્નનો સોદો કરી મ‍ાંડલમ‍ાં લગ્નની નોટરી કરી દસાડામાં ફુલહાર કર્યા બાદ અે યુવતિને લઇ હું મારા ગામ વિંઝુવાડા આવ્યો ત્યારે સાંજે સાત વાગ્યે પાટડી પોલિસ મથકમાંથી ફોન આવતા હું અે યુવતિને લઇ પાટડી પોલિસ મથકે આવતા પોલિસે ઓરંગાબાદના બે શખ્સો સહિત મારી સાથે લગ્ન કરનારી યુવતિ પ્રિયંકાની પણ અટક કરતા મેં આ લગ્ન માટે આપેલા રૂ. દોઢ લાખ માટે મને પાટડી પોલિસે લગ્નની નોટરી માંડલ થઇ હોઇ માંડલ પોલિસ મથકે મોકલ્યો હતો. જ્યારે માંડલ પોલિસે પાટડીની હદમાંથી આરોપીઓ પકડાયા હોવાથી પાછો પાટડી પોલિસ મથકે ધકેલ્યો હતો. જ્યારે પાટડી પોલિસે આ લગ્ન દસાડા ગામેં થયા હોવાથી વળી પ‍ાછા દસાડા પોલિસ મથકે ધકેલ્યા હતા.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY