લૂંટારૂઅોને ઝડપી પાડવાની માગણી સાથે પો. કમિ. શર્માને આવેદનપત્ર પાઠવાયું
સુરત, તા. ૨૭
પરવત પાટિયા ગંગા હોટલ નજીક છેલ્લા બે દિવસ દરમિયાન બે કાપડ વ્યાપારીઅોને ચાકુ મારી લૂંટના બનાવો બન્યા છે. આ ઘટનાઅોમાં ઝડપી તપાસ થાય અને આરોપીઅોને તત્કાલ પકડીને આકરી સજાની માગ સાથે સ્થાનિક લોકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
પરવત પાટિયા વિસ્તારમાં ટ્રાફિક જામનો ગેરલાભ લઈને લુખ્ખા અસામાજિક તત્વો દ્વારા વેપારીઅોને નિશાન બનાવી ચાકુથી જીવલેણ હુમલા કરી લૂંટી લેવાનો બનાવો વધી રહ્ના છે ગત રાત્રે પણ કાપડનો વેપારી ઘરે આવતો હતો. ત્યારે મોટર સાઈકલ પર આવેલ બે અજાણ્યા ઈસમો પૈકી પાછળ બેસેલ યુવાને ચાકુમારીને કાપડના વેપારીના વેપારીને લૂંટી લીધો હતો. આ બનાવ અંગે આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી આ વિસતારમાં આવી ઘટના બનતી રહેશે. અને આ ઘટના સંડોવાયેલ આરોપીઅોને તાત્કાલિક ઝડપી પાડી આકરી સજા કરે તેવી માગ કરવામાં આવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






