શ્રીલંકાની નૌસેનાએ ભારતના ચાર માછીમારોની ધરપકડ કરી

0
36

ન્યુ દિલ્હી,તા.૮
શ્રીલંકાની નૌસેનાએ આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકાની નૌસેનાએ ભારતીય માછીમારોની ભારત અને શ્રીલંકાની વચ્ચે આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ બોર્ડરમાં પ્રવેશ બાદ ધરપકડ કરી છે. આ ભારતીય માછીમારોને કાંકેસંતુરઈ પોર્ટ પર રાખવામાં આવ્યા છે.
તમામ માછીમારો તમિલનાડુના રામેશ્વરમના વતની છે. મહત્વપૂર્ણ છે કે શ્રીલંકાની નૌસેના આ સપ્તાહે ૧૬ ભારતીય માછીમારોની ત્રણ બોટ્‌સ સાથે ધરપકડ કરી ચુકી છે. સૂત્રો મુજબ આ માછીમારો વિરુદ્ધ શ્રીલંકાની સરકાર દ્વારા તાજેતરમાં સંશોધિત ફોરેન ફિશરીઝ બોટ્‌સ રેગ્યુલેશન એક્ટ હેઠળ કાર્યવાહી થવાની સંભાવના છે.
નવા સંશોધન પ્રમાણે ગેરકાયદેસર રીતે શ્રીલંકાના વિસ્તારમાં પ્રવેશ કરનારી બોટ્‌સ પર તેના આકારના આધારે દંડ લગાવવાની જાગવાઈ સંશોધિત એક્ટમાં કરવામાં આવી છે. પંદર મીટર સુધીની લંબાઈની બોટ્‌સ પર પચાસ લાખ અને પંદરથી ચોવીસ મીટરની બોટ્‌સ પર બે કરોડ દંડ લગાવવાની જાગવાઈ કરવામાં આવી છે. તેની સાથે પકડાયેલી બોટ્‌સ શ્રીલંકા પાસે રહે તેવી જાગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY