વલસાડ,તા.૧૦
વલસાડના ઉમરગામના માંગેલાવાડમાં રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ૩ ઘરો બળીને ખાખ થઇ ગયા છે. ઘટનાની જાણ થતા ફાયરફાઈટરો ત્યાં આવી ગયા હતાં. તેમણે સ્થાનિકોની મદદ સાથે આશરે એક કલાકમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જ જાનહાની થઇ નથી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે માંગેલાવાડમાં એક લાઇનમાં ત્રણ ભાઇના મકાનો આવેલા છે. ત્યાં કોઇ કારણસર આગ લાગતા રાંધણ ગેસનો બોટલ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ત્રણેવ ભાઇઓના ઘર બળીને ખાખ થઇ ગયા છે.
આ દુર્ઘટના બની ત્યારે આ સંયુક્ત પરિવારના લોકો બહાર ગયા હતાં અને એક બા હતા તે પણ બાજુના ઘરમાં ગયા હતાં. જેના કારણે કોઇ જ જાનહાની થઇ નથી.
આ ઘટના થતાની સાથે જ સ્થાનિકોએ તરત ફાયર ફાઇટરને સમાચાર આપી દીધા હતાં. જેના કારણે તરત જ રાહત કાર્ય શરૂ થઇ ગયું હતું. આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



