ન્યુ દિલ્હી,તા.૯
પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી થવાનું નામ નથી લઇ રહી. સોમવારે સતત ૫માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી છે. આ વધારા પછી દિલ્હીમાં ફરી લીટર પેટ્રોલનો ભાવ ૭૬.૩૬ રૂપિયા થઇ ગયો છે. તો મુંબઇમાં ભાવ ૮૩.૭૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. કોલકાતામાં લીટર પેટ્રોલનો ભાવ ૭૯.૦૩ રૂપિયા થયો છે. ચેન્નાઇમાં આ ભાવ ૭૯.૨૫ રૂપિયા પર પહોંચી ગયો છે.
ડીઝલની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં એક લીટર ૬૮.૦૭ રૂપિયા પર પહોંચી ગયું છે. મુંબઇમાં તેની કિંમત ૭૨.૨૩ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં ૭૦.૬૨ અને ચેન્નાઇમાં ૭૧.૮૫ રૂપિયા પ્રતિ લીટર ડીઝલનો ભાવ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં થઇ રહેલી ઉથલ-પાથલનાં કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવની કિંમતો વધી રહી છે. આ સિવાય નબળો રૂપિયો પણ એક કારણ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





