મહિલા યાત્રીઓની સુરક્ષા માટે કેબથી ચાઈલ્ડ લોક હટાવાશે

0
214

ન્યુ દિલ્હી,તા.૯
મહિલા યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક કોમર્શિયલ કેબથી ચાઇલ્ડ લોક હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના પર ૨૦૧૯થી કડક અમલ કરવામાં આવશે. જા આવું થશે તો કેબમાં ચાઇલ્ડ લોક નિકાળી દેવામાં આવશે. સરકારની ઓટોમોબાઇલ સ્ટાન્ડર્ડ મેકિંગ પેનલ અને સીએમવીઆર ટીએસસીની બેઠકમાં આ મુદ્દા પર વિચાર કર્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
જુલાઇ ૨૦૧૯થી કેબમાં ચાઇલ્ડ લોકના સ્થાન પર લેચ લોકનો પ્રયોગ કરવામાં આવશે. પહેલાથી જ રહેલું કેબથી ચાઇલ્ડ લોક હટાવવાની જવાબદારી આરટીઓની જ રહેશે. તમને જણાવી દઇએ કે કેબમાં મહિલા યાત્રીઓની સુરક્ષા સુનિશ્વિત કરવાના હેતુથી આ વાતની માગ લાંબા સમયથી થઇ રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી કેબમાં સફર કરી રહેલી મહિલાઓની સાથે ચાઇલ્ડ લોકનો ઉપયોગ કરી દુર્વયવહારની ઘટનાઓ સામે આવી છે. એટલે સુધી કે ઘણી વખત ખતરનાક અપરાધોને અંજામ આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે કોમર્શિયલ કેબથી ચાઇલ્ડલોક હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી બાળકોની સુરક્ષાની વાત કરીએ તો એ માટે એવું કહેવામાં આવે છે કે કેબમાં સફર દરમિયાન બાળક કોઇને કોઇ મોટા માણસ સાથે હોય છે. એઠલા માટે એની સુરક્ષાનું ધ્યાન મોટા લોકો કરી શકાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY