કર્ણાટકમાં ભાજપ મહાસચિવ મોહમ્મદ અનવરની ચાકુ મારી હત્યા

0
100

બેંગ્લુરુ,તા.૨૩
કર્ણાટકના ચિકમંગલૌરમાં ભાજપના મહાસચિવ મોહમ્મદ અનવરની ચાકુ મારી હત્યા કરી દેવાઇ. શુક્રવારે મોડી રાત્રે ભાજપના નેતા એક સ્થાનિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, આ દરમ્યાન એક અજ્ઞાત બાઇક સવાર હુમલાખોરે ચાકુ મારી હત્યા કરી દીધી. ભાજપ નેતા પર થયેલા હુમલાની માહિતી મળતા જ સ્થળ પર પહોંચેલ પોલીસે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા, ત્યાં ડાકટરે મૃત જાહેર કરી દીધા.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે મોડી રાત્રે ૯.૩૦ વાગ્યે મોહમ્મદ અનવર એક ખાનગી કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે ગવરી કલુવાની પાસે અજ્ઞાત લોકોએ તેના પર ચાકુથી હુમલો કર્યો. ભાજપ નેતા પર હુમલો કરનાર શખ્સને કોઇ સુરાગ મળ્યા નથી. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ પરસ્પર રંજીશનો મામલો હોઇ શકે છે. ભાજપ નેતાની હત્યા બાદ કર્ણાટકના રાજકારણમાં ફરીથી ગરમાવો આવી ગયો છે. આ મામલા પર કેટલાંક સ્થાનિક નેતાઓના નિવેદન સામે આવ્યા છે. સ્થાનિક નેતાઓએ તેને એક ષડયંત્રની અંતર્ગત હત્યાનો મામલો બતાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં પાછલા દિવસોમાં કેટલાંય આરએસએસ કાર્યકર્તાઓ અને ભાજપના સ્થાનિક નેતાઓની હત્યાના કિસ્સા સામે આવી ચૂકયા છે. કર્ણાટકમાં ૨૦૧૬થી ૨૦૧૮ની વચ્ચે તબક્કાવાર આરએસએસ કાર્યકર્તાઓની હત્યાના લીધે રાજ્યમાં પહેલાં જ તણાવની સ્થિતિ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ કેસમાં કંઇપણ કહી શકાય નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY