શોપિયાં એન્કાઉન્ટરમાં ૨ આતંકી ઠાર, ૨ જવાન ઘાયલ

0
34

શોપિયાં,તા.૧૦
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં મંગળવારે વહેલી સવારે સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. આ એન્કાઉન્ટરમાં બે આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે, જ્યારે સેનાના બે જવાનો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. સેનાને દક્ષીણ કાશ્મીરના શોપિયાના કુમદલાનમાં ૫-૬ આતંકીઓ છુપાયા હોવાની શંકા છે.
આ આંતકીઓ શોપિયાના એક ઘમાં છુપાયા હોવાની માહિતી મલી છે. સેના આજુ-બાજુના લોકોને સુરક્ષીત જગ્યાએ લઈ જઈ રહ્યા છે. અહીં સેનાની ૩૪ રાષ્ટÙીય રાઈફલ્સ, સીઆરપીએફ અને પોલીસના જવાન તહેનાત છે. તેમણે શોપિયાના બેમનીપુરા વિસ્તારને ઘેરી લીધો છે.
કહેવાય છે કે તેમાં એક આતંકી જીનત નાઇક પણ સામેલ છે. પોતાનો દીકરો ફસાયાના સમાચાર સાંભળતા જ જીનતના પિતા મોહમ્મદ ઇશાક નાઇકને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થઇ ગયું.
જીનત નાઇક શોપિયાંના મેમંદર ગામનો રહેવાસી છે, જે બે મહિના પહેલાં જ તેઓ આતંકીઓ સાથે જાડાયા હતા. પરંતુ જેવા તેના ટ્રેપ થયાના સમાચાર આવ્યા તો એ સાંભળતા જ પિતાને કાર્ડિઆક અરેસ્ટ આવ્યો. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા છે.
આપને જણાવી દઇએ કે રાત્રે જ શરૂ થયેલા આૅપરેશનમાં અંદાજે ૫-૬ આતંકી એક ઘરમાં છુપાયા છે. આતંકી શોપિયાંના એક ઘરમાં છે. સુરક્ષાબળ આજુબાજુના ઘરોમાંથી લોકોને સુરક્ષિત જગ્યા પર લઇ જઇ રહ્યાં છે. સ્થાનિક લોકોના પથ્થરમારા પર કાબૂ મેળવાઇ ગયો છે.
સુરક્ષ બળોએ તેમને ઘેર્યો છે. અહીં સેનાના ૩૪ રાષ્ટ્રીય રાઇફલ્સ, સીઆરપીએફ અને પોલીસ બળના જવાન તૈનાત છે. તેમને શોપિયાંમાં બેમનીપુરા વિસ્તારને ઘેરી લીધો છે. આંતકીઓ અને સેનાની વચ્ચે અથડામણ ચાલુ છે. તેમાં બે જવાન ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ અધિકારીએ કહયું કે આ વિસ્તારમાં પાંચ-છ આતંકીઓ છુપાયાની આશંકા છે. તેમણે કÌšં કે આ ગામમાં આતંકીઓ હોવાની પૂરીત માહિતી મળી હતી. ત્યારબાદ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન ચલાવાયું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY