અજય દેવગણ ઐતિહાસિક ચિંતકનો રોલ ભજવશે, ફિલ્મનું નામ હશે ‘ચાણક્ય’

0
34

મુંબઈ,તા.૧૧
ટોચનો અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ પોતાની આગામી ફિલ્મ ચાણક્્યમાં આ ઐતિહાસિક વિચારક ચિંતકનો રોલ કરશે એવી જાણકારી મળી હતી. ટોચના ફિલ્મ સર્જક નીરજ પાંડે આ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ફિલ્મનું નામ ચાણક્્યજ રહેશે અને અજય પોતે આ રોલ કરશે. અજયે પોતાના ટ્‌વીટર હેન્ડલ પર આ સમાચારને સમર્થન આપ્યું હતું અને લખ્યુ હતું કે આ એતિહાસિક ચિંતક વિચારકનો રોલ કરવાની તક મળવાથી હું ગૌરવ અને ઉત્તેજના અનુભવી રહ્યો છું. આ ફિલ્મ રિલાયન્સ એન્ટરટેઇમેન્ટના બેનર તળે બની રહી છે. નીરજ પાંડે અગાઉ વેડ્‌નસ ડે, સ્પેશિયલ ૨૬, બેબી, નામ શબાના અને ટોયલેટ એક પ્રેમકથા જેવી ડઝનબંધ હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY