મુંબઈ,તા.૧૧
ટોચના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ગોલ્ડના પ્રમોશનનો મંગળવારે ઔપચારિક રીતે આરંભ કર્યો હતો. એણે આ પ્રસંગે ફિલ્મ ગોલ્ડ અને હાકીની રમત બંનેના મહત્વને સ્પષ્ટ કર્યું હતું. ગોલ્ડ ફિલ્મમાં હાકીની રમતનો એક ભવ્ય ઇતિહાસ સમાયેલો છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયા પછીના વરસે ૧૯૪૮માં ઇંગ્લેંડમાં યોજાએલા ઓલિમ્પિક્સ રમતોત્સવમાં ભારતીય હાકી ટીમે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો એની કથા આ ફિલ્મમાં છે. અક્ષય કુમાર એેમાં ખૂબ મહત્વનો રોલ કરી રહ્યો છે. આ પ્રસંગે અક્ષય કુમારે મિડિયા સાથે ખૂબ ખુશમિજાજમાં અને રમૂજી સ્વભાવમાં સવાલ-જવાબ કર્યા હતા.
એક તબક્કે એ અભિનેત્રી મૌની રોય સાથે ટેબલ પર ચડી ગયો હતો અને મિડિયાને હસાવ્યું હતું. અક્ષય કુમારે કહ્યું કે સુવર્ણનું વ્યાવસાયિક મહત્વ ઘણું છે. ભારતીય હાકી ટીમે પહેલવહેલો ગોલ્ડ મેડલ મેળવીને દેશ આઝાદ થયો એના પહેલાજ વરસે દેશનું અને અલબત્ત હાકીની રમતનું મહત્વ વધારી દીધું હતું. ક્યારેક ગોલ્ડ મેડલ ન પણ મળે, એવા સમયે નિરાશ થવાને બદલે ફરી એકવાર પ્રયાસ કરી જોવો જોઇએ એમ તેણે કહ્યું હતું. આ ફિલ્મ સ્વાતંત્ર્ય દિને રજૂ થવાની છે. યોગાનુયોગે તે દિવસે જ્હાન અબ્રાહમની સત્યમેવ જયતે પણ રજૂ થવાની છે. આમ બંને દોસ્તોનો બોક્સ આૅફિસ પર ક્લેશ થશે. જા કે બંનેની ફિલ્મોની કથા અલગ પ્રકારની છે એટલે બંને દોસ્તો ક્લેશની ચિંતા કરતા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




