ભારતે બ્રિટનના સાંદ લોર્ડ એલેક્ઝેન્ડર કાર્લિલેને દિલ્હી એરપોર્ટથી પરત મોકલ્યા

0
55

ન્યુ દિલ્હી,તા.૧૨
બ્રિટનના સાંસદ લોર્ડ એલેક્ઝેન્ડર કાર્લિલેને ભારતે દિલ્હી એરપોર્ટ પરથી જ પરત મોકલી દીધા છે. બ્રિટનના ટોચના વકીલોમાંના એક એવા લોર્ડ એલેક્ઝેન્ડર વિમાન મારફતે બુધવારે સવારે દિલ્હી એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જાકે, ભારતે તેમને દેશમાં પ્રવેશ આપ્યો ન હતો અને તેમને સ્વદેશ પરત ફરવું પડ્યું હતું.
લોર્ડ એલેક્ઝેન્ડર બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાના કાયદાકીય સલાહકાર છે. ખાલિદા હાલમાં ઢાકાની જેલમાં બંધ છે. ત્રણ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચુકાલા ૭૨ વર્ષીય ખાલિદા જિયાને આ વર્ષે ફેબ્રુઆરીમાં પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. ‘જિયા ઓફનેઝ ટ્રસ્ટ’ આપવામાં આવતા અઢી લાખ ડોલર વિદેશ ફંડમાં કૌભાંડના આરોપમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
આ કેસને લઈને લોર્ડ એલેક્ઝેન્ડર બુધવારે નવી દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં તેમના માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ ખાલિદ જિયા પર લાગેલા આરોપ અંગે આંતરરાષ્ટÙીય મીડિયાને સંબોધન કરવાના હતા.
નવી દિલ્હી આવી પહોંચેલા લોર્ડ એલેક્ઝેન્ડર પાસે માન્ય વિઝા ન હોવાને કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે ભારતમાં તેમની પ્રવૃત્તિ તેમણે વિઝા અરજીમાં લખેલા ઉદેશ્યથી વિરુદ્ધ હતી. આ માટે તેમને ભારતમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY