અંજાર તાલુકાના ભીમાસર પાસે થયેલ મર્ડર તેમજ લૂંટના આરોપીને પકડી પાડતી પૂર્વ કચ્છ એલ.સી.બી

0
40

ભીમાસરથી વરસાણા તરફ જતાં રોડની સાઇડમાં પૂર્વાચલ બેનસાની બાજુમાં ભીમાસર ગામની સીમમાં એક અજાણ્યા ઇસમની તા.૧ર-૭-ર૦૧૮ ના લાશ મળી અવેલ જેને કોઈ બોથડ પદાર્થ વડે ગંભીર પ્રકારની ઈજાઓ કરી મોત નિપજાવેલ હોઇ જેથી પોલીસ ગુનાને ડીટેક્ટ કરવા એલ.સી.બી ગાંધીધામના પોલીસ ઇન્સપેક્ટર જે.પી.જાડેજા ને સુચના આપતા પી.આઈ.જાડેજા એ મરણ જનારની ઓળખ માટે તપાસ કરતાં પ્રતાપશિંઘ ઉમ્મીદશિંધ શેખાવત ઉ.વ.૩૭ રહે.ભીમાસર તાલુકો અંજાર વાળો હોવાનું જણાઈ આવેલ હતું અને મરણજનારના ભાઈને પુછપરછ કરતાં તેના ભાઈ પાસે એક બેગ તથા રોકડા રૂ.૩૦૦/- તેમજ એક મોબાઇલ ફોન હોવાનું જણાવેલ જે બાબતે અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફસ્ટ ગુના રજીસ્ટર નં.૧૭૪/૧૮ આ.ઇ.પી.સી.ની કલમ ૩૦૨, ૩૯૬ લુંટ વીથ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ આગુનો ડિટેકટ કરવા માટે પી.આઈ જાડેજા ને બાતમી મળેલ કે શામજી મારૂ કોલી રહે.ભીમાસર તાલુકો અંજાર વાળો ખુન કરવામાં સામેલ હોવાની એલ.સી.બી સ્ટાફ એ શામજીને પકડી પુછપરછ કરતાં તેનો મિત્ર ભરત ડાયા કોલી.રહે.હાલે મુન્દ્રા વાળાએ સાથે મળી કાળા પથ્થરોથી માર મારી ખૂન કર્યું હોવાની કબુલાત આપી હતી મરણજનાર પાશેથી લુંટ માં લીધેલ રોકડા રૂ.૩૦૦/- તે ઓએ વાપરી નાખેલ તેમજ એક મોબાઇલ ફોન કિંમત રૂ.૧,૫૦૦/- આરોપી શામજીના રહેણાંક મકાનમાંથી કબ્જે કરવામાં આવેલ તેમજ બેંકના કાર્ડ બનાવના સ્થળેથી કબ્જે કરવામાં આવ્યા હતા પકડાયેલ આરોપીને વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપવામાં આવેલ છે આ કામગીરીમાં એલ.સી.બી.ગાંધીધામના પી.આઈ. જે.પી.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.કે.ખાંટ એ.એસ.આઈ લક્ષ્મણ આહિર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર પરમાર નરશીં પઢીયાર, પ્રહલાદસિંહ ચુડાસમા કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, અજયસિહ ઝાલા ,હરપાલસિંહ ઝાલા મેરકુભાઈ આલાણી વિગેરે જોડાયા હતા

બ્યુરોચીફ કચ્છ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY