ચેન્નાઇ,તા.૧૭
ચેન્નાઈના અયાનવરમ વિસ્તારમાં એક સગીર બાળકી સાથે છેલ્લાં સાત મહિનાથી ગેંગરપ થતો હોવાની ઘટના સામે આવી છે. અહીં ૨૨ લોકો દ્વારા સાત મહિનાથી બાળકી સાથે રેપ કરવામાં આવતો હતો. નવાઈની વાત એ છે કે, રેપ કરનાર લોકોમાં અપાર્ટમેન્ટમાં જ તહેનાત સિક્યોરિટી ગાર્ડ, લિફ્ટ ઓપરેટર, પ્લંબર અને પાણી સપ્લાય કરતા લોકો સામેલ હતા. પોલીસે આ ઘટનામાં ૧૮ લોકોની ધરપકડ કરી લીધી છે.
નવાઈની વાત એ છે કે, અપાર્ટમેન્ટમાં સાત મહિનાથી રેપ થતો હતો પરંતુ કોઈને તેની ખબર પણ ન પડી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી બાળકીને કોઈ નશીલો પદાર્થ ખવડાવીને બેભાન કરી દેતા અને ત્યારપછી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું
અંતે જ્યારે બાળકીએ તેની માતા અને બહેનને સમગ્ર વાત કહી ત્યારે આ ઘટના સામે આવી હતી. બાળકીની માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ત્યારપછી અપાર્ટમેન્ટમાં કામ કરતા ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.બાળકીએ તેની માતાને જણાવ્યું કે, આરોપીઓ તેને કોઈક વખત નશીલુ ઈન્જેક્શન આપી દેતા હતા અથવા નશીલુ કોલ્ડ્રિંક પીવડાવી દેતા હતા.
આરોપીઓએ બાળકી સાથે રેપ કરવાની સાથે સાથે તેના ઘણાં અશ્લીલ વીડિયો પણ બનાવ્યા છે. આ ઉપરાંત આરોપીએ બાળકીને જીવથી મારી દેવાની ધમકીની સાથે સાથે તેના વીડિયો ઈન્ટરનેટ પર અપલોડ કરી દેવાની પણ ધમકી આપી હતી.
અંતે જ્યારે બાળકી પોતાની સાથે થતાં અત્યારો સહન ન કરી શકી ત્યારે તેણે સમગ્ર વાત તેની બહેનને કરી હતી. સાતમાં ધોરણમાં ભણતી બાળકીએ પોલીસને જણાવ્યું કે, અપાર્ટમેન્ટમાં કામ કરતા ૬૬ વર્ષના લિફ્ટ ઓપરેટર રવિ કુમારે સૌથી પહેલાં તેની સાથે રેપ કર્યો હતો.
બાળકીએ જણાવ્યું કે રવિ કુમારે તેની સાથે રેપ કર્યો તેના ત્રીજા જ દિવસે તે અન્ય બે લોકોને તેની સાથે લઈને આવ્યો અને તે ત્રણ લોકોએ બાળકી સાથે રેપ કર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારપછી આ હરકત સતત ચાલુ રહી અને રેપિસ્ટોની સંખ્યા વધતી ગઈ હતી.
પોલીસે જણાવ્યું કે, અપાર્ટમેન્ટમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડથી લઈને અપાર્ટમેન્ટમાં વિવધ કામ કરવા આવતા લોકો, વોટર સપ્લાયર અને પ્લંબિંગનું કામ કરતા ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






