હિંદ મહાસાગર,ભારતે ચીનને સબક શીખવાડવો જ રહ્યો

0
32

૨૧/૦૨/૨૦૧૮

આપણે ત્યાં હમણાં મેહુલ ચોકસી, નીરવ મોદી ને કોઠારી જેવા કબાડિયાઓ છવાયેલા છે. આ કબાડિયાઓની કબાડેબાજીમાં આપણે એટલા ખૂંપી ગયા છીએ કે બહારની દુનિયામાં શું બની રહ્યું છે તેની આપણને ખબર જ નથી. ખરાબ વાત તો એ કહેવાય કે, આ કબાડિયાઓની વાતોમાં આપણને એટલો રસ પડી ગયો છે કે આપણને અસર કરે તેવી ઘટનાઓમાં પણ આપણને રસ નથી પડતો. આવી જ ઘટના હમણાં હિંદ મહાસાગરમાં બની છે ને આપણને લશ્કર ક્યાં લડે છે એ જ ખબર નથી. હિંદ મહાસાગરમાં ચીનના નૌકાદળનો કાફલો આંટાફેરા કરી રહ્યો છે ને આપણે અહીં ઘોર્યા કરીએ છીએ. આ કાફલામાં ડિસ્ટ્રોયરોનો કાફલો અને એક ફ્રીગેટ હતી તેવા પણ વાવડ છે. ચીનના નૌકાદળનો જે કાફલો હિંદ મહાસાગરમાં આંટાફેરા કરી રહ્યો છે તેની તાકાત ભારતીય નૌકાદળની તાકાત જેટલી જ છે.

આઘાત લાગે એવી વાત એ છે કે આ સમાચાર પણ પાછા એક વિદેશી વેબસાઈટે આપ્યા છે. આપણી સરકારને કે લશ્કરને આ વાતની ખબર હશે કે નહીં એ ખબર નથી. તેમને ખબર હોય તો પણ એ લોકો બહાર ના પાડવા માગતા હોય એવું બને પણ આપણા મીડિયાને તો આ વાતની ખબર નથી જ તેનો આ પુરાવો છે. ચીનમાં સામ્યવાદી શાસન છે ને ચીનના લશ્કરને પીપલ્સ લિબરેશન આર્મી કહેવાય છે. આ પીપલ્સ લિબરેશન આર્મીએ સોમવારે જ હિંદ મહાસાગરમાં તેણે કરેલા રેસ્ક્યુ ઓપરેશન ટ્રેઈનિંગની તસવીરો પોતાના સત્તાવાર વેઈબો એકાઉન્ટ પર મૂકેલી. વેઈબો ચીન સરકારનું સત્તાવાર સોશિયલ મીડિયા છે. આખી દુનિયામાં કંઈ પણ નવું બને તેની વાત ટ્વીટર પર આવે છે એ રીતે ચીનમાં બધી વાતો વેઈબો પર મુકાય છે. આ તસવીરો એ વાતના પુરાવારૂપ હતી કે હિંદ મહાસાગરમાં ચીનનું લશ્કર હાજર છે. હવે ચીનનું નૌકાદળ પણ હિંદ મહાસાગરમાં હાજર છે તેવી વાત બહાર આવી છે ને આ વાત આપણા માટે ખરેખર ચિંતાની છે.

ચીનના લશ્કરની હાજરીને માલદીવ્સ સાથે સીધો સંબંધ છે એ કહેવાની જરૂર નથી. માલદીવ્સમાં હમણાં ભારે હોળી સળગેલી છે. માલદીવની સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે રાજકીય કેદીઓ અને વિરોધ પક્ષના નેતાઓને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યા તેના કારણે માલદીવ્સમાં મોંકાણ મંડાઈ. આ આદેશ પછી ગયા સોમવારે રાષ્ટÙપતિ અબ્દુલ્લા યામીને દેશમાં કટોકટી લાદી દીધી અને પોતાના વિરોધીઓને પકડી પકડીને અંદર પૂરી દીધા.યામીનના ઈશારે લશ્કરે સુપ્રીમ કોર્ટ તથા બીજી અદાલતો પર કબજા કરી લીધો હતો. હદ તો એ થઈ ગઈ કે લશ્કરે દેશના ચીફ જસ્ટીસ સહિત બે જજાની ધરપકડ કરી તેમને અંદર કરી દીધા. માલદીવ્સ પર ૩૦ વરસ લગી એકચક્રી શાસન કરનારા ભૂતપૂર્વ રાષ્ટÙપતિ ગયૂમને પણ અંદર કરી દેવાયા.

રાષ્ટÙપતિ યામીને બોલાવેલા આ સપાટાને કારણે સુપ્રીમ કોર્ટ દબાણમાં આવી ગઈ. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પરત ખેંચી લીધા અને રાજકીય કેદીઓને છોડવાનો આદેશ પાછો ખેંચ્યો. આ આખું નાટક એક અઠવાડિયું જ ચાલ્યું પણ તેના કારણે માલદીવ્સમાં ભયંકર અરાજકતા વ્યાપી ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ જેલમાં છે ને યામીનની આ હરકતથી ભડકેલાં લોકો રસ્તા પર આવી ગયાં છે. લશ્કર લોકોને દબાવી દેવા માટે અત્યાચારો ગુજારી રહ્યું છે ને યામીનના વિરોધીઓને પકડી પકડીને અંદર કરી રહ્યું છે.

આ આખો ઘટનાક્રમ માલદીવ્સની આંતરિક બાબત છે ને તેના કારણે ભારતને બહુ ફરક ના પડે પણ ભારત માટે ચિંતા કરવા જેવી વાત ચીનની દખલગીરી છે. ચીન લાંબા સમયથી માલદીવ્સ પર મીટ માંડીને બેઠું છે ને તેણે અબ્દુલ યામીનને હાથ પર લીધા છે. માલદીવ્સ વરસોથી ભારતનું સાથી રહ્યું છે ને સાઉથ એશિયન રીજિયોનલ કો-ઓપરેશન (સાર્ક)નો સ્થાપક સભ્ય દેશ છે. માલદીવ્સમાં પહેલાં પણ કટોકટી આવી છે ત્યારે તેણે ભારતની મદદ માગી છે ને ભારતે તેને મદદ કરી છે.

હવે અચાનક જ ચીન માલદીવ્સમાં રસ લેવા માંડ્યું છે ને તેણે ભારતને આડકતરી રીતે માલદીવ્સથી દૂર રહેવાની ધમકી જ આપી છે. ભારતે પોતાનું લશ્કર માલદીવ્સ જવા સજ્જ છે તેવું કર્યા પછી ચીને આડકતરી ધમકી આપતાં એવી પ્રતિક્રિયા આપી હતી કે માલદીવ્સના લોકો સમગ્ર વિવાદનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે,બીજા કોઈએ તેમાં દખલ દેવાની જરૂર નથી. માલદીવ્સના સંકટનો ઉકેલ લાવવા માટે ભારતની સ્પેશિયલ ફોર્સ તૈયાર હોવાના અહેવાલો બાદ ચીને આ ધમકી આપી દીધી. આ એક વારની ધમકીથી ચીનને સંતોષ ના થયો એટલે તેણે થોડા સમય પહેલાં ફરી આ જ ધમકી આપી ને ભારતને ચોખ્ખા શબ્દોમાં માલદીવ્સથી દૂર રહેવા કહી દીધું. હવે ચીનનું લશ્કર હિંદ મહાસાગરમાં આવી ગયું હોય તો તેનો અર્થ એ થાય કે ચીન પોતાની ધમકીની બાબતમાં ગંભીર છે ને બીજું એ કે માલદીવ્સના બહાને ચીન તેની મેલી મુરાદો પાર પાડવાના કારસામાં આગળ વધી રહ્યું છે.
માલદીવ્સ આમ તો બહુ નાનકડો દેશ છે. માલદીવ્સ ભારતીય ઉપ-મહાદ્વીપની નજીક હિંદ મહાસાગરમાં આવેલો દેશ છે. વિશ્ર્વના નકશામાં જાશો તો ભારતની દક્ષિણમાં શ્રીલંકાની ડાબી તરફ માલદીવ્સના ટાપુ દેખાશે. દુનિયાના નકશા પર ટચૂકડા ટપકા જેવા આ દેશનો કુલ વિસ્તાર ૨૯૮
ચોરસ કિલોમીટર છે. આપણા અમદાવાદ કરતાં અડધો વિસ્તાર ધરાવતા માલદીવ્સની ગણતરી દુનિયાના સૌથી ગરીબ દેશોમાં થાય છે.માલદીવ્સની બહુમતી વસતી મુÂસ્લમોની છે અને ૨૬ નાના નાના ટાપુઓમાં આ વસતી રહે છે.

માલદીવ્સના પ્રમુખ તરીકે અબ્દુલ્લા યામીન છે ને ભારત માટે યામીનની નીતિઓ પહેલેથી ચિંતાનો વિષય છે. માલદીવ્સના વર્તમાન રાષ્ટÙપતિ યામીન ચીનના સમર્થક છે. પશ્રિ્‌ચમના દબાણને ઘટાડવા અને ભારત પરની પોતાની નિર્ભરતાનો અંત આણવા માટે તેમણે ચીનના પડખામાં ભરાવા માંડેલું. ૨૦૧૩થી સત્તા સંભાળનારા યામીને ચીન અને સાઉદી રોકાણકારોને ઉમળકાભેર આમંત્રિત કર્યાં છે. આ ઉપરાંત રાજકીય વિરોધીઓ અને માનવાધિકાર કાર્યકરોને જેલમાં ધકેલવામાં પણ યામીન ભારે ઉત્સાહી છે. ટૂંકમાં યામીન ચીનના શાસકો જેવી જ નીતિઓ અપનાવી રહ્યા છે.

યામીન માલદીવ્સના સર્વેસર્વા છે તેથી તેમને ફાવે તે નીતિઓ તેમને અપનાવવાનો હક છે પણ તેના કારણે આપણા માટે મુશ્કેલીઓ વધી છે. યામીનના કારણે ચીન લાંબા સમયથી માલદીવ્સમાં પગપેસારો કરી રહ્યું છે. માલદીવ્સના ૨૬માંથી ૧૬ ટાપુ પર ચીને પોતાનાં થાણાં સ્થાપ્યાં છે. ચીને આ દરેક ટાપુ પર ૪૦ લાખ ડાલરનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ગયા વર્ષે જ માલદીવ્સ સાથે ચીને ફ્રી ટેડ એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. માલદીવ્સની વસતી માંડ સાડા ચાર લાખ લોકોની છે ને તેની સાથે વેપાર કરીને ચીને કશું કમાવાનું નથી છતાં તેણે માલદીવ્સ સાથે કરાર કર્યા એ ભારત માટે મોટો ખતરો છે. ચીન સામ્રાજ્યવાદી દેશ છે. ચીને દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે. આ માટેના પ્રયત્નો તેણાં લાંબા સમયથી શરૂ કર્યા છે. પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ બનાવવાથી લઈને આફ્રિકાના દેશ જિબૂટીમાં મિલિટરી બેઝ સ્થાપવા જેવા પગલાં ચીન ભરી ચુકવ્યું છે. હવે માલદીવ્સ તેનું નવું ડેસ્તિનેસન છે.

વેપારના બહાને ચીન માલદીવ્સમાં પગપેસારો કરે ને તેના કારણે ભારત માટે ખતરો ઊભો થાય. માલદીવ્સ પર કબજા કરવો ચીન માટે રમત વાત છે ને એવું થાય એ સાથે જ ભારત ઘેરાઈ જાય. ચીન ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના કારણે પોતાના પ્રદેશથી શરૂ કરીને પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી આવી જ ગયું છે. માલદીવ્સ સાથેના વેપારના કારણે ગ્વાદરથી માલદીવ્સ સુધીના દરિયામાં તેનાં જહાજા ફરતાં થાય તેના કારણે ભારતની સલામતી જાખમાય. ભવિષ્યમાં ચીન ભારત પર જમીન, દરિયાઈ અને હવાઈ એમ ત્રણેય માર્ગે આક્રમણ કરી શકે તેવો તખ્તો માલદીવ્સ પર તેના કબજાથી ગોઠવાઈ જાય. ભારત માટે આ મોટો ખતરો છે ને એટલે જ ભારતે માલદીવ્સ મામલે હસ્તક્ષેપ કરીને ચીનને ત્યાં ઘૂસતું રોકવું જાઈએ.
હિંદ મહાસાગરમાં ચીનની હાજરી ચીનની આ મેલી મુરાદનો પહેલો અધ્યાય હોઈ શકે ને એ અધ્યાય આગળ વધે એ પહેલાં ચીનને ના રોકાય તો ભારતની મુશ્કેલીઓ વધશે. કાશ્મીર ને ઉત્તર-પૂર્વમાં તો ચીન આપણને કનડે જ છે, પછી એ આપણને હિંદ મહાસાગરમાં પણ કનડી શકે. આમાં પશ્રિ્‌ચમ ને દક્ષિણ ભારત પર ખતરો બની શકે તે જાતાં ભારતે જાગવું જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY