યૂપી દેશનું ગ્રોથ એન્જીન બની શકે,વિકાસની અપાર સંભાવનાઓ રહેલી : મોદી

0
204

લખનઉ,તા.૨૧/૦૨/૨૦૧૮

વડાપ્રધાને યૂપી ઈન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૮નું ઉદ્‌ઘાટન કર્યું.
પહેલા દિવસે ૧૦૪૫ એમઓયુ સાઈન થયા,૪ લાખ ૨૮ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાયું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉના ઇન્દરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ‘યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૮’ શરૂઆત કરી. આ અવસર પર તેમણે ઉત્તરપ્રદેશ આખા દેશનું ગ્રોથ એન્જીન બની શકે છે. અહીં સંસાધનોની કોઇ કમી નથી. પહેલાંની સ્થતિ અને અત્યારમાં ફરક છે. યોગી આદિત્યનાથ અહીં પરિવર્તન લાવી રહ્યાં છે. આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત કેટલાંય મોટા-મોટા ઉદ્યોગપતિ સામેલ થયા. પહેલાં દિવસે અહીં ૧૦૪૫ એમઓયુ સાઇન થયા. ૪ લાખ ૨૮ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઇન્વેસ્ટર્સ સમિટમાં આટલા બધા લોકોનું આવવું એ જ મોટી વાત છે. હું સીએમ યોગી, બ્યુરોક્રેટસ, અને યુપીની પ્રજાને અભિનંદન પાઠવું છે કે આટલા ઓછા સમયમાં યુપીને આગળ લઇ જવામાં સફળ થયા છે. પહેલાં આમ આદમીનું જીવન મુશ્કેલ હતું. નેગેટિવિટી, હતાશા-નિરાશાના માહોલમાંથી પોઝિટિવિટી લાવવાનું કામ યુપી સરકારે કર્યું છે. આ કામમાં ખભાથી ખભા મેળવી આગળ વધવા માટે અભિનંદન પાઠવું છું. કહેવત છે કે કોસ-કોસ પર બદલાં પાની.૫ કોસ પર વાણી. યુપીની પોતાની ઓળખ રહી છે. મલીહાબાદની કેરી, બનારસની સાડી, મુરાદાબાદના પિત્તળના વાસણ, ફિરોઝાબાદની કાચની બંગડીઓ, આગ્રાના પેઠા, કન્નોજનું અત્તર પ્રસિદ્ધ છે. અહીં સાંજ અવધ છે તો સવાર બનારસ છે. અહીં ગંગા-યમુના છે તે સર્યુજીના આશીર્વાદ છે. આઇઆઇટી છે તો બીએચયુ પણ છે. યુપીનો ગૌરવશાળી ઇતિહાસ જ નહીં વર્તમાન પણ છે.

તેમણે કહ્યું કે આ વર્ષે બજેટમાં પ્રસ્તાવ કરાયો હતો કે દેશમાં બે ડિફેન્સ કોરિડોરનું નિર્માણ કરાશે. તેમાંથી એક ઉત્તરપ્રદેશમાં બનશે. આ કોરિડોર બુંદેલખંડમાં બનાવાશે. આ આગ્રા-અલીગઢ-કાનપુર-ઝાંસી-ચિત્રકુટમાં બનશે. આ અંદાજે અઢી લાખ લોકોને રોજગાર આપશે. તેમજ પૂર્વાંચલ અને બુંદેલખંડ એક્સપ્રેસ-વેથી ઘણો ફાયદો થશે. તેના માટે ૨૦૦૦૦ કરોડનુંરોકાણ કરાશે.

મોદીએ કહ્યું કે આમાન દમ પર યુપી પૂર્વ ભારતનું જ નહીં દેશનું ગ્રોથ એન્જીન બની શકે છે. યુપી આજે ઘઉં, દૂધ, બટાકાના ઉત્પાદનમાં નંબર વન છે. લઘુ ઉદ્યોગોના મામલામાં દેશમાં બીજા નંબર પર છે. તમામ વિપરિત સ્થતિઓ છતાંય યુપીના લોકોની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે.

મોદીએ વધુમાં કહ્યું કે હવે વેપારીઓને આૅનલાઇન નક્કી સમયગાળામાં પરમિશન મળી જશે. આ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના ક્ષેત્રમાં એક મોટું પગલું છે. યોગી સરકાર લોકોને કરવામાં આવેલા વચન પૂરા કરી રહ્યું છે. યુપી સરકાર હવે પાવર ઓફ ઓલ સ્કીમ સાથે જાડાયેલ છે. અનાજની ખરીદી વધુ થઇ છે. યુપીની ૬૦ ટકા વસતી વર્કીંગ એજ ગ્રૂપમાં છે. જા તેનો યોગ્ય ઉપયોગ થાય તો યુપી નવી ઊંચાઇ પર પહોંચી જશે. હવે યુપીમાં સુપરહિટ પર્ફોમન્સ આપવા માટે યોગીજીની ટીમ-લોકો તૈયાર છે. એક્ઝબિશનમાં મેં એવી ટેકનોલોજી જાઇ જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મેન્યુફેકચરિંગની ખૂબ સંભાવના છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY