સરકારી બેન્કોમાં ૭ લાખ કરોડથી વધારે થઇ ચૂકી છે એનપીએ

0
122
  1. ન્યુ દિલ્હી,
    પબ્લિક  સેક્ટર બેન્કોની વધતી જતી એનપીએ (બેડ લોન્સ) અને એક પછી એક કૌભાંડ સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયા છે. મોદી સરકાર હવે બેન્કોના ચેરમેન, એમડી અને સીઇઓ જેવા પદોની સિલેક્શન પ્રોસેસ વધુ કડક બનાવવાની છે. તેના માટે હવે એડવાઇઝરી ફર્મને નિયુક્ત કરવાની તૈયારી છે, જે બેન્કોમાં ઉચ્ચ પદો પર નિયુક્ત થનારા કર્મચારીઓની લીડરશીપ ક્વોલિટી સુધી પહોંચાડવામાં બેન્ક્‌સ બોર્ડ બ્યુરોની મદદ કરશે. આ અંગે ઇÂન્ડયન બેન્કસ એસોસિયેશને પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે.
    સૂત્રોના જણાવ્યા અનુસાર, બેન્ક્‌સ એસોસિયેશને બેન્ક્‌સ બોર્ડ બ્યુરોની ડિમાન્ડ પર એડવાઇઝરી ફર્મના સિલેક્શનની પ્રોસેસ શરૂ કરી દીધી છે. તે અનુસાર, માર્ચ મહિના સુધી એડવાઇઝરી ફર્મના સિલેક્શનની પ્રોસેસ પૂરી કરી દેવાશે. તેનાથી નવા નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૮-૧૯માં પબ્લિક સેક્ટર બેન્કોમાં ચેરમેન, એમડી અને સીઇઓની પસંદગીની પ્રકિર્યાને નવી પદ્ધતિથી શરૂ કરી શકાય.
    ઇન્ડિયા બેન્ક્‌સ એસોસિયેશને બિડિંગ માટે જે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે, તે પ્રમાણે સિલેક્ટ થનારી એડવાઇઝરી ફર્મે ઇન્ટરવ્યુમાં આવનાર ઉમેદવારના પર્સનાલિટી ટેસ્ટ પર મુખ્યત્વે કામ કરવાનું રહેશે. એટલે કે તે બેન્ક બોર્ડ બ્યુરોને એ બતાવશે કે ઉમેદવારમાં લીડરશીપ ક્વોલિટી ક્યા પ્રકારની છે. તેને કોઇ વાતને પ્રેઝન્ટ કરવાની કેવી ક્ષમતા છે. ફર્મનું કામ સંપૂર્ણ રીતે એડવાઇઝરી પ્રકારનું હશે. ઉમેદવારની પસંદગીની જવાબદારી બેન્ક્‌સ બોર્ડ બ્યુરોની હશે.
    પÂબ્લક સેક્ટર બેન્કોમાં સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં એનપીએ ૭.૩૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી, જે માર્ચ ૨૦૧૮ સુધી વધુ વધવાની ધારણા છે. તે ઉપરાંત તાજેતરમાં જ પીએનબીમાં થયેલા રૂ.૧૧,૦૦૦ કરોડથી વધુ રકમના ફ્રોડે સરકાર માટે ચેલેન્જ ઊભી કરી દીધી છે. વર્ષ ૨૦૧૪માં આવેલી મોદી સરકારે બેન્કોમાં સીનિયર અધિકારીઓના સિલેક્શન પ્રોસેસને બેન્ક્‌સ બોર્ડ બ્યુરો બનાવીને તેને સોંપી દીધી છે. સરકારનો દાવો છે કે તેનાથી બેન્કોમાં રાજકીય હસ્તક્ષેપ ઓછો થઇ જશે.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY