ન્યુ દિલ્હી,તા.૧૯
– રાજ્યસભામાં ભ્રષ્ટાચાર નિવારણ સંશોધન વિધેયક ૨૦૧૩ વિશે ચર્ચા કરતાં કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ કહ્યુ કે, વિપક્ષી દળની માગ હતી કે, આ બિલ સાથે વ્હીસલ બ્લોઅર સંરક્ષણ બિલ લાવવાની માગણી કરી હતી અને બંનેની ચર્ચા સાથે કરવાની માગણી કરી હતી. પરંતુ આજે સરકાર તે બિલને ચર્ચામાં લઈને આવી નથી.
– આનંદ શર્માએ કહ્યુ કે, માત્ર કાયદો લાવવાથી ભારત ભ્રષ્ટાચાર મુક્ત નહીં થઈ જાય. ૨૦૧૪માં દેશમાં એવું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું કે, દેશમાં કાયદાનું કોઈ પાલન કરવામાં આવતું નથી. એક સુનિયોજીત અભિયાન ચલાવીને યુપીએ સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એટલી હદે કે તે સમયના વડાપ્રધાન ઉપર પણ ખરાબ આરોપ લગાવવામાં આવ્યા હતા. અમે જે ભૂલો કરી તેને આજે સરકાર સામે લાવી રહી છે તે અમે માનીએ છીએ.
– આનંદ શર્માએ કોલસા કૌભાંડ વિશે વાત કરતા કÌšં કે, તે સમયે કોલસા કૌભાંડમાં વડાપ્રધાનને ઘેરવામાં આવ્યા છે. પરંતુ અંતે સુપ્રીમ કોર્ટે તે આરોપોને નકારી દીધા હતા. પરંતુ આજના સમયે તો બેન્કમાં પણ પૈસા સુરક્ષીત નથી. જે લોકો પૈસા લઈને ભાગી ગયા છે તે લોકો પણ સુરક્ષીત નથી. ભાગેડુ નીરવ મોદી સાથે તમારા વડાપ્રધાનના ફોટા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






