ભીડમાં થતી હત્યા ચિંતાનો વિષય છે, હિંસા રોકવાનું કામ રાજ્ય સરકારોનુંઃ રાજનાથસિંહ

0
354

ન્યુ દિલ્હી,તા.૧૯
દેશમાં માબ લિંચિંગ એટલે કે ભીડ હિંસાની વધતી ઘટનાઓ પર ગુરૂવારના રોજ વિપક્ષે સરકારને ઘેરવાની કોશિષ કરી. લોકસભામાં હોબાળાની વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે તેના પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે આવી ઘટનાઓની નિંદા કરતાં કહ્યુ કે લિંચિંગની ઘટનાઓ પહેલાં પણ થતી રહી છે. આ પ્રકારની ઘટનાઓમાં જે પણ સ્થિતિ હોય છે, આ કોઇપણ સરકાર માટે ચિંતાનો વિષય છે. જા કે કાંગ્રેસના સભ્ય તેનાથી સંતુષ્ટ નથી અને તેમણે વાકઆઉટ કર્યું.
દેશમાં માબ લિંચિંગના લીધે કેટલાંય લોકોની હત્યાઓ થઇ છે અને કેટલાંય ઘાયલ પણ થયા છે. કેન્દ્રીય મંત્રીએ તેના પર ગંભીરતાપૂર્વક કહ્યુ કે સરકારની તરફથી હું આવી ઘટનાઓની જારદાર ટીક કરું છું. રાજનાથ સિંહે કહ્યુ કે તમામ પાસે એ માહિતી હશે કે આ પ્રકારની ઘટનાઓ અફવાઓ અને શંકાના આધાર પર થાય છે. ફેક ન્યૂઝના લીધે પણ આ પ્રકારની ઘટનાઓ બને છે.
તેમણે કહ્યુ કે આ રાજ્ય સરકારનો વિષય છે અને તેની જવાબદારી પણ બને છે કે પ્રભાવિત રીતે તેને રોકવા માટે કામ કરે. રાજ્યનો વિષય હોવા છતાંય કેન્દ્ર તેના પર એકશન લે છે. ગૃહમંત્રીએ કહ્યુ કે ૨૦૧૬ અને આ વર્ષે જુલાઇમાં પણ આ અંગે એડવાઇઝરી રજૂ કરાઈ હતી. સોશિયલ મીડિયા પર કારસો કસવાની વાત કરતાં તેમણે કહ્યુ કે ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાઇ જાય છે, જેથી કરીને હંગામો શરૂ થઇ જાય છે.
ગૃહમંત્રીએ કહ્યુ કે સરકારે સોશિયલ મીડિયા સર્વિસ પ્રોવાઇડરને નિર્દેશ આપ્યો છેકે તેઓ પોતાની સિસ્ટમમાં ચેક ઉપયોગ કરે. રાજનાથે કહ્યુ કે જ્યાં પણ માબ લિંચિંગની ઘટનાઓ થઇ, તેમણે ત્યાંના સીએમ પાસેથી તાત્કાલિક વાત કરી છે. તેમણે સખ્ત એક્શનના આદેશ પણ આપ્યા છે. જા કે રાજનાથના નિવેદન પરથી વિપક્ષી સાંસદ સંતુષ્ટ નથી અને હોબાળો કરતાં રહ્યાં. બાદમાં રાજનાથ સિંહના નિવેદનના વિરોધમાં કાંગ્રેસે લોકસભામાંથી વાકઆઉટ કર્યું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY