ભુજની લાયોનેશ ક્લબને ગુજરાતની લાયોનેશ કલબ માંથી બેસ્ટ ફોર ધ યર ૨૦૧૭-૧૮ નું એવોર્ડ એનાયત કરાયું

0
100

તાજેતરમા વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલની ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ જે, મા આવેલ ક્લબોના સભ્યો એ કરેલ સેવાકાર્યોની સમીક્ષા કરવા તેમજ સેવાકિય કાર્ય કરનાર ક્લબને એપ્રીશિએટ કરવા રાજકોટ મુકામે ડિસ્ટ્રિક્ટ ગવર્નર ૨૦૧૭-૧૮ હિતેશભાઈ ગણાત્રા દ્વારા ડિસ્ટ્રીક્ટ એવોર્ડ નાઈટ સેરેમનીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

જેમા ભુજની લાયોનેશ ક્લબને સૌરાષ્ટ્ર તથા કચ્છની તમામ ક્લબોમાથી ડિસ્ટ્રીક્ટનો બેસ્ટ લાયોનેશ ક્લબનો એવોર્ડ લાયોનેશ ક્લબ ભુજને એનાયત કરવામા આવ્યો હતો તેમજ સમગ્ર ગુજરાતની લોયોનેશ ક્લબમાથી સર્વોત્તમ સેવાકિય કાર્ય કરવા માટે લાયોનેશ કલબ ભુજને મલ્ટીપલ ડિસ્ટ્રીક્ટ નો બેસ્ટ લાયોનેશ ક્લબનો એવોર્ડ ગવર્નર હિતેશભાઈ દ્વારા પ્રેસિડેન્ટ રક્ષા ગણાત્રા સેક્રેટરી નયના માણેક તથા ટ્રેઝરર હિના સેજપાલને આપવામા આવ્યો હતો અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લાયોનેશ ક્લબ ભુજ દ્વારા કુલ્લ ૬૫ સેવાકિય પ્રોજેક્ટ કરવામા આવ્યા હતા જેમા લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ માટે ક્લબના સભ્યો રીટા છાટપાર દ્વારા સાડાસાત લાખનુ દાન લેવા પટેલ હોસ્પિટલમા ૧૧૭ વ્યક્તિનુ ફૂલ બોડી ચેક અપ માટે વનિતા શાહ દ્વારા દોઢ લાખનુ દાન તથા આંખના ઓપરેશન કરાવનાર ના ૩૫૦ સગાઓને નયના માણેક દ્વારા ત્રણ દિવસ નિશુલ્ક ભોજનઆપવામા આવ્યુ હતુ આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મેળવવા બદલ પ્રેસિડેન્ટ રક્ષા ગણાત્રા તથા તેની ટીમને પૂર્વ ડીસ્ટ્રીક્ટ ગવર્નર્સ ભરત મહેતા તથા મીના મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા.હાલના પ્રમુખ રેખા વોરાએ ગત વર્ષે અવિસ્મરણીય કામગીરી માટે લાયોનેસ ક્લબ ભુજના ગત વર્ષના પ્રમુખ રક્ષા ગણાત્રાને ક્લબની મિટીંગમા પ્રશસ્તિપત્ર એનાયત કર્યો હતો અત્યાર સુધીમા બેસ્ટ લાયોનેશ ક્લબ ઓફ મલ્ટીપલ ડીસ્ટ્રીક્ટ ૩૨૩૨ નો એવોર્ડ લાયોનેશ ક્લબ ભુજને પ્રથમ વખત એનાયત કરવામા આવેલ છે

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY