પકડાયેલા મુદ્દામાલમાં બીયર ટીન નંગ- ૩૩૬ કિ.રૂ.૩3,૬૦૦/ હોલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/ તથા કવાટરીયા નંગ- ૭૦ કિ.રૂ.૩૫૦૦/ મળી કુલ મુદામાલ રૂ. ૬૫,૯૦૦/નો રાજપીપળા પો.સ્ટે.વિસ્તાર માંથી એલસીબી ઝડપી પાડ્યો
રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની દારૂ, જુગારની બદી નર્મદા જિલ્લામાંથી નાબૂદ કરવા કડક સુચના મળતા રાજપીપળા પો.સ્ટે. વિસ્તારના શહેરાવ
ગામમાં રહેતાં રાજેન્દ્રસિહ ઉફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ નાઓ પોતાના આર્થીક ફાયદા સારૂ પોતાના બાજરીના વાવતેરના ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારેલ હોય જે બાતમી આધારે એલ. સી.બી.નર્મદાના પો.સ.ઇ.આઇ.ડી.વાઘેલા તેમજ પો.સ.ઇ. જે એમ.પટેલ તથા એલ.સી.બી.સ્ટાફ સાથે રેડ કરી બીયર ટીન નંગ- ૩૩૬ કિરૂ.૩3,૬૦૦/તેમજ હોલ નંગ- ૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/ તથા કવાટરીયા નેગ- ૭૦ કિ.રૂ.3,૫૦૦/મળી કુલ મુદામાલ કિ.રૂ. ૬૫,૯૦૦/નો પકડી આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ,રહે.શહેરાવ તા.નાંદોદ જી.નર્મદાનાઓને પકડવા ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે રાજપીપળા પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



