કચ્છ જિલ્લામાં કેટલાક સમયથી રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે તો કોઈને સત્તાનો શોખ છે તો કોઈને પોતાના ટેબલ ખુરશીઓ સજાવવાનો શોખ છે ત્યારે હાલમાં ચોમાસા ની ઋતુમાં નીચાણવાળા વિસ્તારના લોકોનો ભોગલેવાય તે પહેલા લાગતા-વળગતા પ્રજાના પ્રતિનિધિઓ જાગૃત થાય તે અતિશય મહત્વનું બની ગયું છે તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે કચ્છ જિલ્લામાં કેટલાક સમયથી રાજકીય પરિબળો એ અંદરોઅંદરની પોલ અને અંદરોઅંદરના ભાગલા બહાર આવવા પામી રહ્યા છે ત્યારે જિલ્લામાં નીચાણવાળા વિસ્તારો અને મધ્યમ અને ગરીબ વર્ગ જે રહે છે તે વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે કોઈ જ આગોતરું આયોજન આ કહેવાતા રાજકીય આગેવાનો કે નેતાઓએ કર્યું ન હોય તેવું દેખાઇ રહ્યું છે ગુજરાતભરમાં વરસાદે પોતાનું સ્વરૂપ બતાવી દીધું છે ત્યારે હવે કચ્છમાં પણ ધીમીધારે વરસાદ ચાલુ થતાં વિવિધ માર્ગો પર નજીવા વરસાદમાં પાણી ભરાઈ રહે છે તો અનેક જગ્યાએ ખાડા પડી ગયેલ હોવાથી અથવા તો ખાડા કરી નાખવામાં આવેલ છે તેનો કોઈ વ્યક્તિ ભોગ ન બને તેમજ નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે લાગતા વળગતા તંત્ર કે પ્રજાના પ્રતિનિધિઓ હજુ સુધી કાંઈ જ ન બોલતા હોવાથી હજી નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે અને જ્યારે વરસાદ પડશે ત્યારે વિકટ પરિસ્થિતિ સર્જાવાની પણ ભીતિ લોકોમાં સેવાઈ રહી છે જોકે ચૂંટણી વખતે લોકોના ઘર સુધી આવનારા વિવિધ પક્ષના નેતાઓ અને કાર્યકરો પણ આ બાબતે ચૂપકીદી સેવી રહ્યા છે જોકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આ બાબતે કોઈ પ્રત્યુતર આપતા નથી ત્યારે ન ચૂંટાયેલા પ્રતિવ્યક્તિ માટે શું કહેવું..? તે પણ સમજી શકાય તેવું છે રાજકારણમાં અંદરો અંદર એક બીજાના પગ ખેંચી આગળ નીકળવાની હરોળમાં ક્યાંક અન્ય લોકો ચોમાસામાં બલીનો બકરો ન બને તે જોવું પણ જરૂરી બની ગયું હોવાનું લોકોમાંથી કહેવામાં આવી રહ્યું છે ત્યારે માત્ર છાંટા પડવાથી જો બસ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય ત્યારે આ કૌભાંડ ભુજ શહેરના નાગરિકો અને આસપાસના વેપારીઓને કેટલું ભારેપડેછે તે વિચાર માત્રથી જાગૃત નાગરિકો ચિંતિત થઈ ઉઠયા છે ત્યારે ખરેખર નીચાણ વાળા વિસ્તારોમાં જઇ જાત નિરીક્ષણ કરવું જોઈએ અને જે જગ્યાએ પાણીના નાળા અવરોધાયા છે તેને ખુલ્લા કરી દેવાય તે ખૂબ જરૂરી છે અન્યથા આગ લાગશે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિનું સર્જન થશે અને પાલિકાની ભૂલોના ભોગ નાગરિકો બનશે તેવી ચર્ચાઓ લોકોમાં ઉઠી રહી છે
બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





