ન્યુ દિલ્હી,તા.૨૦
નરેન્દ્ર મોદીની સરકાર અને સુપ્રીમ કોર્ટની કોલેજિયમ વચ્ચે ઉપલી કોર્ટમાં જજોની નિમણૂક મુદે હજુ પણ ગજગ્રાહ ચાલુ છે. સરકારે કલકત્તા હાઇકોર્ટના જજ અનિરુદ્ધ બોઝને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નીમવાની સુપ્રીમ કોર્ટની ભલામણ નકારી દીધી છે. આ માટે સરકારે કારણ આપ્યું છે કે ૨૦૦૪થી જજ રહેલા બોઝને આવા અગ્રણી હાઇકોર્ટના ચીફ જસ્ટિસની જવાબદારી સંભાળી શકે તેટલો અનુભવ ધરાવતા નથી.
હવે સરકાર ઇચ્છે છે કે કોલેજિયમ દિલ્હી હાઇકોર્ટ માટે ૫૯ વર્ષીય જસ્ટિસ બોઝના નામની જગ્યાએ અન્ય કોઇ નામની ભલામણ કરે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ફુલટાઇમ ચીફ જસ્ટિસ નથી. જાકે બોઝની ઉમેદવારી અનુભવ ઓછો હોવાને નકારી દેનાર સરકાર એ ભૂલી ગયેલી લાગે છે કે ભૂતકાળમાં દિલ્હી હાઇકોર્ટના અનેક ચીફ જસ્ટિસ એવા હતા કે જેમણે આ કોર્ટમાં ટોચના જજો તરીકે તેમની કારકિર્દી શરૂ કરી હતી. તેમાં જસ્ટિસ જી રોહિણીનો સમાવેશ થાય છે.
તેઓ દિલ્હી હાઇકોર્ટના સૌપ્રથમ મહિલા જજ બન્યા પહેલા આંધ્રપ્રદેશ હાઇકોર્ટના સામાન્ય જજ હતા. એવી જ રીતે હાલમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે ફરજ બજાવી રહેલા જસ્ટિસ એન વી રામન્ના પણ આંધ્રપ્રદેશના એક જજ હતા. તેઓ પણ દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નીમાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





