ન્યુ દિલ્હી,તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે રવાંડા, યુગાંડા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વાડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩થી ૨૭ જુલાઈ ત્રણ દેશની મુલાકાતે જવાના છે. વિદેશ મંત્રાલયના આર્થિક મામલના સચિવ ટી.એસ. તિરૂમૂર્તિએ જણાવ્યું કે, પીએમ મોદી વિદેશ યાત્રાના પહેલા બે દિવસ રવાંડાની મુલાકાતે જશે.
રવાંડાની યાત્રા દરમ્યાન ભારત રવાંડા સાથે રક્ષા સહયોગ માટે સમજૂતિ કરશે. પીએમ મોદી ૨૪અને ૨૫ જુલાઈના રોજ યુગાંડાની યાત્રાએ જશે જ્યાં તેઓ યુગાંડાની સંસદને સંબોધિત કરશે. વિદેશ પ્રવાસ દરમ્યાન તેઓ દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશ સામેલ થવાન છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






