કન્યાઓને તરછોડનાર ૮ એનઆરઆઈ પતિઓનાં પાસપોર્ટ રદ

0
11

ન્યુ દિલ્હી,તા.૨૦
ભારતમાં આવીને ક્ન્યાઓ સાથે લગ્ન કર્યા બાદ એમને તરછોડીને વિદેશ પાછા ચાલ્યા ગયેલા ૮ જેટલા એનઆરઆઈ પતિઓના પાસપોર્ટ સરકારે રદ કરી દીધા છે. સરકારના મહિલા-બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
ભારતમાં આવીને લગ્ન કરીને ક્ન્યાઓને તરછોડીને ભાગેલા પતિઓના કેસની સમીક્ષા સરકારની ઉચ્ચસ્તરીય પેનલ કરી રહી છે. આ પેનલને છેલ્લા બે માસમાં આવી એનઆરઆઈ પતિઓની ગુનાખોરીની ૭૦ ફરિયાદો મળી છે. તપાસના અંતે ૮ પતિદેવોને લુકઆઉટ નોટિસ પાઠવાઈ છે અને એમના પાસપોર્ટ રદ કરાયા છે.
એનઆરઆઈના ભારતમાં લગ્નની નોંધણી કરવા માટે મંત્રાલયે એક પોર્ટલ પર શ કરાવ્યું છે. જા કે, હજુ તો કાર્યવાહી અમલમાં આવી શકી નથી.
મહિલા-બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ બધા જ રાજ્યોને એવી સૂચના આપી છે કે, આવા લગ્નની નોંધણી કરીને અમને મોકલો જેથી પોર્ટલ શ થઈ શકે. હવે આઠ જેટલા એનઆરઆઈ પતિઓની સામે ગુનાખોરી આચરવા બદલ કડક કાર્યવાહી થઈ ગઈ છે. બીજા આવા ધોખેબાજ એનઆરઆઈ પતિઓ પણ જાળમાં આવશો તેવો વિશ્ર્વાસ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY