૧૫ આૅગષ્ટથી ફ્લાઈટમાં ફોન કૉલ્સ અને ઈન્ટરનેટ વાપરવાની આઝાદી મળશે

0
17

ન્યુ દિલ્હી,તા.૨૦
હવે હવાઇ મુસાફરી દરમિયાન તમે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશો. ૧૫ આૅગષ્ટથી તમને ફ્લાઇટમાં ફાન કરવાની આઝાદી મળી શકે છે. એટલું જ નહી તમે ફ્લાઇટમાં ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકશો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર દૂરસંચાર વિભાગે ઇનફ્લાઇટ કનેક્ટિવિટીની ગાઇડલાઇંસ તૈયાર કરી લીધી છે. હવે આની પર એવિએશન અને ગૃહ મંત્રાલય પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. ફાઇનલ ગાઇડલાઇન આૅગષ્ટમાં આવી શકે છે.
ટ્રાઈની ભલામણો અનુસાર જે કંપનીઓ ફ્લાઇટમાં આ સુવિધા આપવા ઇચ્છશે તેમણે આ માટે અલગથી લાઇસેંસ લેવું પડશે. આ સુવિધા ભારતીય વાયુસીમાની અંદર ઘરેલૂ અને વિદેશી બંને પ્રકારનાં યાત્રિયોને મળશે. આ સુવિધા માટે સરકારને હાલનાં ટેલિગ્રાફ એક્ટમાં બદલાવ કરવો પડશે.
સ્પાઇસજેટ અને જેટ એયરવેઝ સેવાઓ આપવા માટે પહેલાથી જ રસ દાખવી ચુકી છે. આ ફ્લાઇટ સર્વિસ પ્રોવાઇડરને ૧ રૂપિયામાં તેનું લાઇસેંસ મળશે. પરંતુ ટેક-આૅફ લેન્ડિંગ દરમિયાન વાત નહી થઇ શકે. વિદેશી એયરલાઇન્સમાં પહેલાથી જ આ સુવિધા છે. ભારતમાં ગાઇડલાઇન્સ ના હોવાથી આ સર્વિસ આપવામાં નથી આવતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY