ચેન્નઈ માં બાર વર્ષની મુક-બધિર બાળકી સાથે થયેલ દુષ્કર્મ મામલે મુક બધિર લોકોએ વિરોધ પ્રદર્શન યોજયું.

0
302

ચેન્નઈ ખાતે બાર વર્ષની મુક-બધિર બાળકી સાથે ૨૨ લોકોએ સાત મહિના સુધી દુષ્કર્મ આચરતા આખાય ભારતમાં દુષ્કર્મીઓ પર ફિટકાર વરસાવી દોષીઓને કડક માં કડક સજાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.

ચેન્નઈ ના અયાનવરમ વિસ્તારના એક એપાર્ટમેન્ટ માં રહેતી અને ધોરણ ૭માં અભ્યાસ કરતી મુક બધિર વિદ્યાર્થીની સાથે લિફ્ટ સંચાલક અને સુરક્ષા ગાર્ડ સહિત બીજા અન્ય સહ આરોપીઓએ ૭ મહીના સુધી ૨૨ જેટલા લોકોએ બાળકી ડ્રગ આપીને અથવા ઈન્જેકશન આપી અથવા તો સોફ્ટ ડ્રિન્કમાં ડ્રગ મેળવી બેભાન કરી અનેકો વખત તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.અને તેનો વિડિઓ પણ બનાવી લીધો હતો.અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની પણ ધમકીઓ પણ આપવામાં આવી હતી.

બનાવની જાણ બાળકીની મોટીને તેના ગળા પર વાગ્યાના નિશાન જોઈ તને પૂછતાં બાળકી તૂટી પડી હતી અને સાત મહિના સુધી તેની સાથે કરેલા દુષ્કર્મ ની હકીકત જણાવતા બાળકીના પરિવારોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે ૨૨ માંથી ૧૮ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરતાં વકીલો દ્રારા આરોપીઓ પર હુમલો કરી માર મર્યાનો વિડિઓ પણ સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ બનાવ અંગે સમગ્ર ભારતમાં આરોપીઓ વિરુદ્ધ ફિટકાર વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના મુકબધીર મિત્ર મંડળ સંસ્થાના લોકો આજે ભરૂચના સ્ટેશન સર્કલ ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈને હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કરી દુષ્કર્મ કરનાર તમામ આરોપીઓને કડક માં કડક સજા થાય અને આવી બીજી કોઈ ઘટના ભવિષ્યમાં ના બને તે માટે ભારત સરકાર મુકબાધિર લોકોએ અપીલ કરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY