ભરૂચના જંબુસર ચોકડી થી નર્મદા ચોકડી સુધી વરસાદના લીધે પડેલા મોટા ખાડાઓના
લીધે વાહન ચાલકો અને સ્થાનિકોને અવર જવર માટે ઘણીજ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લા કલેકટર રવીકુમાર અરોરા દ્રારા માર્ગ-મકાન વિભાગ તરફ આંખ લાલ કરતાં ઓફિસે તાળા મરાવી દેતા તાત્કાલિક ધોરણે રોડ રસ્તાની કામગીરી ચાલુ કરી દેતા સ્થાનિકોએ ખુશી વ્યક્ત કરી જિલ્લા કલેકટર રવીકુમાર અરોરાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસેલા વરસાદ ના કારણે ભરૂચ શહેર અને જિલ્લાઓમાં ઠેરઠેર ઠેકાણે રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી જતાં શહેર અને જિલ્લાના વાહન ચાલકોને ઘણીજ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.જયારે જંબુસર ચોકડી પરના સ્થાનિક લોકોએ ખાડાઓ પુરવા માટે વારંવાર લેખિત રજૂઆતો કરી સાથે વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરી દેખાવો કર્યા હતાં.
પરંતુ તેની કોઈજ અસર માર્ગ અને મકાન વિભાગને ના અધિકારીને ના થતાં હાલમાજ ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ના સંપર્ક સેતુ કાર્યક્રમમાં સ્થાનિકો દ્રારા ઉગ્ર રજૂઆતો કરતા ગૃહમંત્રી અને ભરૂચના પ્રભારી પ્રદીપસિંહ દ્રારા તાત્કાલિક રસ્તાઓ પડેલ ખાડાઓ પુરવાનો હુકમ આપ્યો હતો.

જે અંગે ભરૂચ જિલ્લા કલેકટર રવીકુમાર આરોરાએ માર્ગ અને મકાન સિટી વિભાગ પર લાલ આંખ કરી તાળા મારી દેવતાં અધિકારીઓના હોશ ઉડી ગયા હતા જ્યારે વડોદરા થી મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ ભરૂચ ખાતે દોડી આવી જિલ્લા કલેકટર સાથે મિટિંગ કરી વહેલી તકે કામગીરી પુરી કરવાની બાંહેધરી આપતા જિલ્લા કલેકટરે સવારે ઓફિસના તાળા ખોલાવ્યા હતાં.
તાળા બંધી બાદ સફાળા જાગેલ માર્ગ મકાન વિભાગ દ્રારા તાત્કાલિક જંબુસર ઓવર બ્રીજ તથા નંદેલાવ ઓવર બ્રિજના ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરતાં સ્થાનિકો અને વાહન ચાલકોએ ખુશી વ્યક્ત કરી જિલ્લા કલેકટર દ્રારા એક સારૂ પગલું ભરતા જંબુસર ચોકડી પરના સ્થાનિકોએ જિલ્લા કલેકટર રવીકુમાર અરોરાનો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો.અને હાલમાં વરસાદ બંધ હોઈ જો મોટા ખાડાઓ પુરી સારી કામગીરી કરવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે.
આ સમયે ભરૂચ જંબુસર ચોકડી ના આગેવાનો અબ્દુલ કામથી, નગરપાલિકા ના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા,હાફેજી દયાદરાવાળા, સલીમ ગોદર સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ હજાર રહી મીડિયા સમક્ષ જિલ્લા કલેકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર;-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





