આજ રોજ ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્રારા આવનાર બકરી ઈદના તહેવાર નિમિત્તે બહાર થી કાયદેસર આવનાર પશુઓને ન પકડવામાં આવે તેવી માંગ સાથે ગૃહમંત્રી ને સંબોધીને જિલ્લા કલેકટર રવીકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી.
આગામી ઓગસ્ટ મહિના ની ૨૨ મી તારીખે મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર આવતો હોય સરકાર દ્રારા કુરબાની માટે કાયદેસર જાહેર કરેલા પશુઓ જેવાકે ઘેટાં,બકરા,પડાઓ, વેચાણ માટે અલગ અલગ શહેરો માંથી આવતા હોય છે ત્યારે હાઈવે પર ગૌરક્ષકો દ્રારા ગાડીઓ ઉભી રખાવી કાયદો હાથમાં લઈને દાદાગીરી કરી ડ્રાયવર તેમજ પશુ માલિકોને માર મારી કાયદો હાથમાં લઈને ગાડીઓ જપ્ત કરી પૈસા પડાવી ગુન્હો કરતા હોવાનો આક્ષેપ પણ મુસ્લિમ સમાજ દ્રારા કરવામાં આવ્યો હતો.
જ્યારે હાલમાં જ રાજસ્થાન ના અલવર શહેરમાં દુધાળી ગાયો ને લઈને જતા બે મુસ્લિમ યુવાનો (૧) અકબરખાન તથા (૨) અસલમ ખાન ઉપર ગૌરક્ષકોએ તેમને આંતરી તેમને ઘાતકી માર માર માર્યો હતો જેમાં કમનસીબે અકબર ખાન નામના ઈસમનું મોત નીપજ્યું હતું.જેને સમગ્ર મુસ્લિમ સમાજના લોકોએ વખોડી કાઢી હુમલો કરનાર પકડી સખ્તમાં સખ્ત સજાની પણ માંગણી કરવામાં આવેલ છે.
જે અંગે ભરૂચ શહેર ના જાગૃત મુસ્લિમ આગેવાનો અબ્દુલ કામથી,હાફેજી દયાદરાવાળા, સલીમ ગોદર, સહીત મુસ્લિમ સમાજ દ્રારા આવનાર બકરી ઈદના તહેવાર દરમ્યાન બહાર આવતા પશુઓ અને તેમના માલિકો સાથે આવી કોઈ દુઃખદ ઘટના ના બને તે માટે ગૃહમંત્રી ને સંબોધી આવેદનપત્ર આપી વટ હુકમ બહાર પાડી બહાર થી આવતા વેપારીઓને રક્ષણ મળે તેવી માંગણીઓ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






