નાંદોદ મામલતદાર કચેરી ના જુના મકાનમાં વરસાદી પાણી ગળતું હોવા છતાં નવી કચેરીનોો ઉપયોગ કેમ કરાતો નથી…?!

0
206

બે કરોડ જેવી માતબર રકમે તૈયાર કરાયેલી નવી મામલતદાર કચેરી માં જવા માર્ગ મકાન વિભાગે જાણ કરી હોવા છતાં કેમ અધિકારીઓ જૂની ગળતી કચેરી માં બેસી દસ્તાવેજો બગાડવા મજબુર થયા છે…?

રાજપીપળા: રાજપીપળા ખાતે આવેલી જૂની મામલતદાર કચેરીી નું મકાન રાજા રજવાડા વખતનું હોય આ ખખડધજ મકાન પર આવેલા અંગ્રેજી નળિયાં અનેક ઠેકાણે તૂટેલા હોય વરસાદ આવતા કચેરીમાં પાણી ગળતા અંદર મુકેલા જરૂરી દસ્તાવેજો બગડે એવી હાલત છે ત્યારે બાજુમાંજ એક વર્ષ પેેહલા તૈયાર થયેલી નવી કચેરીમાં ફર્નિચર નું કામ બાકી હોવાથી અધિકારીઓ મજબુર હતા પરંતુ હવેે આજ અધિકારીઓને નવી કચેરી નો કબ્જો લઈ ત્યાં મામલતદાર ,સબ રજીસ્ટાર અને સીટી સર્વે ની કચેરી કાર્યરત કરવા માર્ગ મકાન વિભાગ દ્વારા જાણ કરવા છતાં અધિકારીઓ નવી કચેરીમાં કેમ શિફ્ટ થતા નથી…? એ મોટો સવાલ છે ત્યારે આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ નવી બિલ્ડીંગ માં હજુ ઘણી કામગીરી બાકી છે જેમાં ખાસ તો લિફ્ટ બંધ છે,અમુક ફર્નિચર નું કામ અધૂરું છે અને જનસેવા તરફ ના દરવાજે આખા દરવાજા પર કાચ મુક્યો હોય ક્યારેક જરૂરી દસ્તાવેજો માટે જોખમ જણાય છે જોકે આ માટે માર્ગ મકાન વિભાગ ના અધિકારી કંઈક અલગ સુર આલાપે છે .

 પંદર દિવસ થી નવી કચેરી નો કબજો લેવા જાણ કરાઇ છે: ડી એ પાડવી (માર્ગ મકાન વિભાગ ના અધિકારી)

આ બાબતે માર્ગ મકાન વિભાગ ના ઈજનેર ડી એ પાડવી એ જણાવ્યું કે અમે પંદર દિવસ પેહલા મામલતદાર ને પત્ર લખ્યો છે કે નવી કચેરીનો કબ્જો લઈ ત્યાં શિફ્ટ થઈ જાવ પરંતુ એ કેમ ત્યાં જતા નથી એતો એજ જાણે ત્યારે ઉપર મુજબની જો અમને સમસ્યા હોય તો એક વાર તમામ કચેરી ત્યાં જશે ત્યારબાદ શું તકલીફ છે એ માટે અમને જાણ કરશે તો ગ્રાન્ટ માંથી હજુ 50 લાખ જેવી રકમ અમારી પાસે બચત માં છે તો એમાંથી અમને પડતી તકલીફ નો ઉકેલ લાવીશુ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY