ચૂંટણી પહેલાં પીએમ ઉમેદવારનું નામ પસંદ ન કરો : મમતા બેનર્જી

0
11

કોલકાત્તા,તા.૨૮
વિપક્ષી મહાગઠબંધન તરફથી પીએમ પદના ઉમેદવાર બાબતે ટીએમસીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મહત્વની ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે ચૂંટણી પહેલા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોઈનું પણ નામ પસંદ કરવું જાઈએ નહીં. ભાજપને પડકાર આપવા માટે ફેડરલ ફ્રન્ટની રૂપરેખા તૈયાર કરવામાં લાગેલા મમતા બેનર્જીએ કોલકત્તા ખાતે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા સાથે પણ મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી માટે સંભવિત વિપક્ષી મોરચા તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોઈનું પણ નામ પસંદ કરવું જાઈએ નહીં. મમતા બેનર્જીએ કહ્યું છે કે વિપક્ષી દળો તરફથી ચૂંટણી પહેલા વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાને કારણે પ્રાદેશિક દળોની એકતા તૂટી જશે. તેમણે કહ્યું છે કે ભાજપ વિરોધી પ્રાદેશિક પાર્ટીઓએ સાથે આવવું જાઈએ અને તેમણે દેશના ફાયદા માટે બલિદાન આપવું જાઈએ.
મમતા બેનર્જી ભાજપનો મુકાબલો કરવા માટે પ્રાદેશિક દળો અને અન્ય વિરોધ પક્ષોનો ફેડરલ ફ્રન્ટ બનાવવા ચાહે છે. એટલે કે કોંગ્રેસ વિપક્ષી દળોના ગઠબંધનમાં સામેલ થાયપ પણ વિપક્ષી દળ કોંગ્રેસના નેતૃત્વમાં ચૂંટણી લડે નહીં. જ્યારે કોંગ્રેસની કોશિશ છે કે વિપક્ષી દળો એકજૂટ થઈને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઉતરે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY