ભારતે સ્વદેશી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું

0
11

ભુવનેશ્વર,તા.૨
સંરક્ષણના ક્ષેત્રમાં ભારતે વધુ એક સિધ્ધિ મેળવી છે. અમેરિકા પાસેથી મિસાઈલ શિલ્ડ ખરીદવા માટે થયેલા નિર્ણય વચ્ચે ભારતે સ્વદેશી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનુ ઓરિસ્સાના દરિયાકાંઠે સફળ પરીક્ષણ કર્યુ છે.
આ સિસ્ટમ ૪૦ કિલોમિટરની રેન્જમાં કોઈ પણ મિસાઈલને તોડી પાડવા માટે સક્ષમ છે. ભારતે પાકિસ્તાન અને ચીન જેવા પાડોશીઓ સાથે કામ પાર પાડવાનુ છે ત્યારે આ પ્રકારની ડિફેન્સ સિસ્ટમ ભારત માટે મહત્વપૂર્ણ રોલ અદા કરી શકે છે.
સૂત્રોનુ કહેવુ છે કે ૨૦૨૨ સુધીમાં ભારતની સરહદો અને શહેરોની રક્ષા કરવા માટે આ સ્વદેશી રક્ષા કવચ તૈયાર થઈ જશે. સિસ્ટમના પરીક્ષણ દરમિયાન રડાર, મોનિટરિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રો- ઓપ્ટિકલ, ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલિમેટરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અમેરિકા પાસેથી જે સિસ્ટમ ભારત ખરીદવાનુ છે તેના કરતા સ્વદેશી ધોરણે વિકસાવાયેલી સિસ્ટમ ભારતને સસ્તી પણ પડશે તેવુ મનાઈ રહ્યું છે.
વોશિંગ્ટન અને મોસ્કોની તર્જ પર કેન્દ્રની મોદી સરકાર રાજધાની નવી દિલ્હીને પણ અભેદ્ય સુરક્ષા પ્રદાન કરવાની તૈયારીમાં છે. તેના કારણે દુશ્મન ગમે તેટલી મનસા છતાં મિસાઈલ, ડ્રોન અને યુદ્ધ વિમાનો દ્વારા હુમલો કરી શકશે નહીં. ભારત સરકાર પોતાની કોશિશોથી દિલ્હીની ચારે તરફ મિસાઈલ શીલ્ડ ઉપલબ્ધ કરવાની કોશિશ થઈ રહી છે.
જવાનો સાથે વિશ્વાસઘાત કરી રહી છે.
આ પહેલા પણ રાહુલ ગાંધીએ અવિશ્વાસની દરખાસ્ત પરની ચર્ચા વખતે ડોકલામ વિવાદને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી હતી.

(જી.એન.એસ)

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY