ગોઝારો શનિવાર : ગુજરાત અને દેશભરમાં અકસ્માતની હારમાળા, કુલ ૩૮ના મોત!

0
24

ગાંધીનગર,તા.૨૮
આજે રાજ્ય, દેશ અને દુનિયા માટે શનિવાર ગોઝારો સાબિત થયો છે. એક પછી એક એવા અનેક અકસ્માતોની હારમાળ સર્જાઇ છે. ત્યારે ગુજરાતમાં વલસાડના બાદલા ગામે, થરાદના માંગરોળ નજીક, સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઇવે પર અને અમદાવાદમાં પણ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતોમાં અનેક લોકોને ઇજા અને મોત નિપજ્યાં છે.

વલસાડના બાદલા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત, ૨ના મોત, ૪ ઘાયલ
વલસાડના બાદલા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક બાળક અને એક મહિલાનું મોત નીપજ્યું છે. તો ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે બાઈક પર છ લોકો સવાર હતા. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થરાદના માંગરોળ હાથા વાડા નજીક ત્રિપલ અકસ્માત, ૧૦ ઘાયલ
થરાદના માંગરોળ હાથા વાડા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ૨ જીપો અને અન્ય એક વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ૨ જીપો સામ-સામે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ૧૦ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે થરાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માત, ૨ના મોત
સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત ૨ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. જેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અકસ્માત કાર ચાલકે સ્ટેયરિગ પર કાબુ ગુમાવતા થયો હતો.
અમદાવાદઃ રિવરફ્રન્ટ પર અકસ્માતમાં ૪ વર્ષની દિકરીનું મોત
અમદાવાદના રિવરફ્રન્ટ પર એક્ટિવાના અકસ્માતની ઘટના ઘટી હતી. સવારે માતા અને પુત્રી એક્ટિવામાં પસાર થઈ રહ્યા હતા.ત્યાં અચાનક માતાએ એક્ટિવા પર નિયંત્રણ ખોયું હતું. એક્ટિવા બેકાબુ થતા સીધી ઈલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું. ચાર વર્ષની પુત્રીનું ઘટના સ્થળે મૃત્યું નિપજ્યું હતું. જા કે માતાને ગંભીર ઈજા પહોચતા સારાવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY