મુંબઈ,તા.૨૮
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ લાઉડ સ્પીકરથી અઝાન આપવાને લઈને સવાલ ઉભા કર્યા છે. રાજ ઠાકરેએ પોતાના સવાલોમાં મુસ્લિમ સમુદાયને ઘેરવાની કોશિશ કરી છે. તેમને કહ્યું કે, હું હંમેશાં મુસલમાનોને પૂછું છું કે, તેમને અઝાન માટે લાઉડ સ્પીકરની કેમ જરૂર પડે છે. તે તેનાથી શું દેખાડવા માંગે છે? જા તેમને નમાજ પઢવી હોય તો ઘરમાં કેમ નથી નમાઝ પઢતો? રોડ પર નમાઝ પઢવાની શું જરૂર છે. રાજે કહ્યું કે, તમામ લોકો પોત -પોતાની જવાબદારી ખુદ સમજે, જેનાથી દેશ કે રાજ્યમાં કોઈ પણ પ્રકારના સંઘર્ષની સ્થિતિ પેદા ન થાય.
અગાઉ નમાઝને લઈને બોલીવુડ સિંગર સોનૂ નિગમ પણ સવાલ ઉઠાવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં સોનૂ નિગમે એક ટિ્વટ કરી તેના પર આપત્તિ જતાવી છે. જેના પર ઘણી બબાલ પણ થઈ હતી. સોનૂએ ટિ્વટ કરીને કહ્યું કે, હું મુસ્લિમ નથી, પરંતુ રોજ સવારે મને અઝાનના અવાઝથી ઉઠવું પડે છે. આખરે ક્્યારે ભારતમાંથી આ જબરદસ્તી ધાર્મિક ભાવના થોપવી ખતમ થશે? જ્યારે મોહમ્મદે ઈસ્લામ બનાવ્યો હતો ત્યારે વિજળી નહોતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





